Fuel Rates: જાણો, કાળી ચૌદશ પર શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. સતત ઘણા દિવસોથી વધી રહેલા ઈંધણના ભાવો પર આજે બ્રેક લાગી છે.

નવી દિલ્લીઃ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. સતત ઘણા દિવસોથી વધી રહેલા ઈંધણના ભાવો પર આજે બ્રેક લાગી છે. કાળી ચૌદશના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા સતત 7 દિવસથી પેટ્રોલના રેટ વધી રહ્યા હતા. વળી, ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે કોઈ પણ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે ધનતેરસ પર પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ડીઝલના ભાવ સ્થિર હતા. પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 106.45 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 110.08 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 115.85 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 110.49 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.59 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 113.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 106.61 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 114.12 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટી: 105.74 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 106.26 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 98.42 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.62 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 101.56 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.59 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 104.50 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 98.91 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 107.40 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટીઃ 98.36 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X