For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate : લગ્નસરાની સિઝન વચ્ચે સોનું થયું સસ્તુ, જાણો આજનો ભાવ

Gold Rate : ગત બે માસ દરમિયાન સોના-ચાંદીમાં લગભગ 3000નો વધારો નોંધાયો છે. જોકે, બે-ત્રણ દિવસથી ભાવમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારના રોજ મલ્ટી-કમોડિટી એક્સચેન્જ સાથે સરાફા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

Gold Rate : ગત બે માસ દરમિયાન સોના-ચાંદીમાં લગભગ 3000નો વધારો નોંધાયો છે. જોકે, બે-ત્રણ દિવસથી ભાવમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારના રોજ મલ્ટી-કમોડિટી એક્સચેન્જ સાથે સરાફા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

ચાલુ વર્ષના શરૂઆતમાં યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે. સોનું 5500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી હતું, આ પહેલા ઓગષ્ટ 2020માં સોનું 56200 રૂપિયાની ઉંચી સપાટી પર પહોંચ્યું હતું.

સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ યથાવત

સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ યથાવત

તહેવારોની સિઝન બાદ સોના-ચાંદીના ભાવ નવા રેકોર્ડ સર્જી શકે તેવી આશા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમાં ઉતાર-ચઢાવનો તબક્કો જોવા મળી રહ્યો છે. તેની અસર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ માર્કેટ પર પણ જોવા મળી રહી છે.

શુક્રવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ, MCX પર સોનાના વાયદાનો દર રૂપિયા 41 ઘટીને રૂપિયા 52630 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી 147 રૂપિયા ઘટીને 61,846 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થતી જોવા મળી હતી. સત્રની શરૂઆતમાં સોનું 52,671 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 61,993 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

બુલિયન માર્કેટમાં પણ સોનું તૂટ્યું

બુલિયન માર્કેટમાં પણ સોનું તૂટ્યું

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 41 રૂપિયા ઘટીને 52662 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

આવા સમયે, 999 શુદ્ધતાની ચાંદી 61777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 23 કેરેટ સોનાનો ભાવ 52451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટનો ભાવ 48,238 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટનો ભાવ 39,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

આ રીતે જાણો લેટેસ્ટ રેટ

આ રીતે જાણો લેટેસ્ટ રેટ

જો તમે પણ સોના અને ચાંદીના રોજના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા આ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે મોબાઈલ નંબર પરથી 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તરત જ, તમને મોબાઇલ ફોન પર એક SMS મળશે, જેમાં દેશમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપવામાં આવશે.

સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો

સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો

સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય તો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.

English summary
Gold became cheap during the wedding season, know today's Gold Rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X