સોનું 32,900 રૂપિયાની નવી સપાટીએ, ચાંદીમાં પણ ઉછાળો

સોનુ જ્યારે 310 રૂપિયા વધીને નવી સપાટીએ પહોચ્યું છે, ત્યારે ચાંદી પણ 800 રૂપિયા વધી કિગ્રા દીઠ 62000ની સપાટીએ આવી ગઇ હતી. ટ્રેડરોના જણાવ્યા અનુસાર ફેડરલે નવેસરથી સ્ટીમ્યુલસ જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં સોનુ છ મહિનાની ઊંચી સપાટીએ આવી ગયું હતું, જેના પગલે ઘરેલુ બજારોમાં પણ સેન્ટિમેન્ટ ઉંચકાયા હતા. યુએસનાં અર્થતંત્રમાં વધુ સ્ટીમ્યુલસ ઉમેરાતા સંગ્રહ કરી રાખવાની વસ્તુ તરીકે સોનાનું મૂલ્ય વધ્યું છે.
લગ્નની સીઝન પહેલા જ્વેલરો અને સ્ટોકિસ્ટોની સ્થાનિક ખરીદીને કારણે પણ બજારમાં તેજી ફરી વળી છે, તેમ ટ્રેડરો કહે છે. સિંગાપોર ખાતે સોનુ આજે 0.6 ટકા વધીને 1778 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ આવી ગયું હતું, જે 29 ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી સપાટી છે.












Click it and Unblock the Notifications
