સોનાના ભાવો દિવાળી સુધીમાં 20 ટકા સુધી ઘટી શકે!!!
નવી દિલ્હી, 20 ઓક્ટોબર : સોનાની ચમક અત્યારે ઝગારા મારી રહી છે. જેના કારણે સામાન્ય લોકો તેની ખરીદીનીમાં ખચકાઇ રહ્યા છે. જો કે આ અંગે માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી આવતા સુધીમાં સોનાની કિંમતોની ચમકમાં ઘટાડો નોંધાશે જેના કારણે ધનતેરસના અવસરે લોકોના ચહેરાની ચમક ખીલી શકે એમ છે. એટલે કે દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઇ શકે છે. આ ઘટાડો 15થી 20 ટકા સુધીનો હોઇ શકે છે.

સોનાના ભાવ 27000 થઇ શકે
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવો 30,000થી 32,000ની આસપાસ રહી શકે છે. જો કે દિવાળીમાં સોનાની કિંમતો 27,000ની આસપાસ પહોંચી શકે છે. દિવાળી સુધી સોનાના ભાવોમાં વધારો જોવા મળી શકે છે પણ દિવાળી બાદ તેની માંગ ઘટતા તેની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઇ શકે છે.

સોનાની કિંમતો શા માટે ઘટી શકે?
અમેરિકાની અર્થવ્યવસ્થાએ આંશિક શટડાઉનનો સામનો કર્યા બાદ હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણકારોનું સમગ્ર ધ્યાન શેર અને બોન્ડ માર્કેટ પર ટકેલું છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો હવે ઓછા સમયમાં વધારે રિટર્ન આપતા માર્કેટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જેના કારણે સોનામાં રોકાણ ઘટ્યું છે. જેના પગલે તેની માંગ ઘટી છે અને તેની કિંમતો નીચી આવી શકે એમ છે.

ભારતમાં ફેસ્ટિવલ સીઝનની ચમક
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ ઉતરવા લાગ્યા છે. જો કે ભારતમાં સ્થિતિ અલગ છે. આગામી સમયમાં દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો હોવાથી સોનાની માંગમાં ખાસ ઘટાડો થયો નથી. જેના કારણએ ભારતમાં સોનાની કિંમતોમાં વધારો ઘટાડો થતો રહે છે. જેના પગલે સોનુ હજી પણ 30,000ની ઉપર છે.

ખરીદદારોએ શું કરવું?
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાના ખરીદદારોએ માર્કેટનો અભ્યાસ કરીને પોતાની ખરીદીની રણનીતિ ઘડવી જોઇએ. ફેસ્ટિવલ સીઝનમાં ડિસ્કાઉન્ટની અનેક યોજનાઓ સોનાના વેપારીઓ મૂકે છે. પણ મુખ્ય વસ્તુ સોનાની કિંમતો છે. આ કારણે માર્કેટ ટ્રેન્ડ પર નજર કરવી જરૂરી છે. ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા આડેધડ ખરીદી આપને નુકસાન કરાવી શકે છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
