Gold Price : સોનામાં 40 ટકા સુધીનો ઘટાડો સંભવ? જાણો સોનું ખરીદવુ જોઈએ કે કેમ?
Gold Price : અમેરિકાના ટેરિફ ટેરરની અસર દુનિયાભરના સ્ટોક માર્કેટ સાથે સાથે સોનાને પણ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકી ટેરિફને પગલે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જો કે અમુક દેશો માટે અમેરિકાએ ટેરિફ હટાવ્યા છે, છતાં સોનાની કિંમત સતત ઘટી રહી છે.

સોશિયલ મીડિયા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મોંઘવારી અને મંદીનું સંકટ ઊભું થઈ શકે છે અને સોનાની કિંમતમાં લગભગ 40 ટકા સુધીનો ઘટી શકે છે.
જાણકારો અનુસાર, અમેરિકાની ટેરિફ નીતિની સીધી અસર સોના પર નથી થતી. સોનાનું મૂલ્ય મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક અર્થતંત્ર પર આધારિત રહે છે.
હાલની સ્થિતીએ 40 ટકાનો ઘટાડો થવાની શક્યતા નહિવત છે. આજની તારીખે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે અને ભાવમાં તીવ્ર ઘટાડાની કોઈ શક્યતા નથી.
જાણકારો અનુસાર, જે લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અવસર બની શકે છે. આવનારી લગ્ન સિઝનમાં માંગ વધી શકે છે અને ભાવમાં ફરી વધારો જોવા મળી શકે છે.
માર્કેટ વિશ્લેષકો અનુસાર, અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ચાંદીનો ભાવ 1,00,000 પ્રતિ કિલોથી ઘટીને 97,100 થયો છે. આ સાથે સોનાના ભાવ પણ 90,000 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયા છે.
11 એપ્રિલના સોનાના ભાવ
- 24 કેરેટ સોનું :9,085.3 પ્રતિ ગ્રામ (₹90,853 પ્રતિ 10 ગ્રામ)
- 22 કેરેટ સોનું : 8,329.3 પ્રતિ ગ્રામ (83,293 પ્રતિ 10 ગ્રામ)
- ચાંદી: 97,100 પ્રતિ કિલોગ્રામ
નોંધ: ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને કોઈપણ રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. વન ઇન્ડિયા ગુજરાતી તેના વાચકો/પ્રેક્ષકોને કોઈપણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરે છે.












Click it and Unblock the Notifications
