Gold Price : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! રેકોર્ડ લો પર પહોંચ્યું સોનું
Gold Price : જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તરત જ ખરીદી લો. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતીય વાયદા બજારમાં સોનું છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાંથી ચાર દિવસ તૂટ્યું છે.

આજનો સોનાનો ભાવ શું છે?
આજે, મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર, 24 કેરેટ શુદ્ધતાના વાયદાની કિંમત રૂપિયા 151 ઘટીને રૂપિયા 50,753 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈરહી છે, જ્યારે સવારનો વેપાર રૂપિયા 50,800 પર શરૂ થયો હતો. જોકે ચાર દિવસથી ઘટાડા છતાં સોનાનો ભાવ 50 હજારની ઉપર છે.
MCX પર આજે ચાંદીનો વાયદો સવારે રૂપિયા 438 ઘટીને રૂપિયા 60,210 થયો હતો, જ્યારે ચાંદી સવારે રૂપિયા 60,374 પરખુલ્યો હતો.

સોનું રેકોર્ડ હાઈથી 5,500થી વધુ નીચે
ઉલ્લેખનીય છે કે, આ સમયે સોનું તેના રેકોર્ડ હાઈથી 5500થી વધુ સસ્તું ટ્રેડ થઈ રહ્યું છે. સોનું 56,200ના સ્તરે પહોંચી ગયું હતું, જ્યારેહાલમાં સોનાની કિંમત 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
હવે વાત કરીએ વૈશ્વિક બજારની તો, આજે વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સવારેસોનાની હાજર કિંમત 1,832.94 ડોલર પ્રતિ ઔંસ હતી, જ્યારે ચાંદીની હાજર કિંમત 21.32 ડોલર પ્રતિ ઔંસ હતી.
આ સિવાય અન્યકિંમતી ધાતુ પ્લેટિનમમાં પણ 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની હાજર કિંમત 923 ડોલર પર પહોંચી ગઈ છે. એટલે કે વૈશ્વિકબજારમાં માગના અભાવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં સોનાની કિંમતમાંવધારો થઈ શકે છે.