For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ?

ગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ?

|
Google Oneindia Gujarati News

અમેરિકી બૉન્ડ યીલ્ડ વધવાની વચ્ચે ગુરુવારે પણ ભારતીય બજારોમાં સોનામાં ગિરાવટ યથાવત રહી છે. આજે શરૂઆતી કારોબારમાં એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદા 0.4% ગગડીને 10 મહિનાના નિચલા સ્તરે 44,768 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 0.8% ગગળી 67,473 પ્રતિ કિલો પર આવી ગયું છે. પાછલા સત્રમાં સોનાના ભાવ 1.2% અથવા 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ગગડ્યું હતું જ્યારે ચાંદી 1.6% અથવા 1150 પ્રતિ કિલો ગગડી હતી.

Gold rate

વૈશ્વિક બજારોમાં આજે સોનાનો ભાવ 1711 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો. અન્ય કીમતી ધાતુઓમાં ચાંદી 0.4% ધીને 26.18 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ, જ્યારે પૈલેડિયમ 0.3% ગગડીને 2,343.52 ડૉલર પર હતો. અમેરિકામાં બૉન્ડની યીલ્ડમાં મજબૂતીની અસર સોના પર પડી છે. અમેરિકામાં બેંચમાર્ક યૂએસ ટ્રેજરીની યીલ્ડ 1.5 ટકા નજીક પહોંચી ગઈ. બીજી તરફ દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટની હોલ્ડિંગ બુધવારે 0.4 ટકા ગગડીને 1082.38 ટન રહી.

બ્રોકરેજ ફર્મ એંજલ બ્રોકિંગના ડેપ્યૂટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા મુજબ ડૉલરમાં મજબૂતી અને યૂએસમાં બૉન્ડ યીલ્ડમાં વૃદ્ધિથી સોનાની કિંમતમાં ગિરાવટનું અનુમાન છે. એવામાં એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદા 44900 રૂપિયાની આસપાસ ખરીદો, 45200 રૂપિયાના ભાવ પર સ્ટૉપલોસ લગાવો અને બે કારોબારી સત્રોમાં 45400 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો લક્ષ્ય રાખો. જ્યારે ચાંદી માર્ચ વાયદામાં 67800 રૂપિયાની આસપાસ ખરીદો. 68400 રૂપિયાના ભાવે સ્ટૉપલોસ લગાવો અને બેથી ત્રણ કારોબારી સત્રોમાં 66500 રૂપિયા પ્રતિ કિલોનો ટાર્ગેટ રાખો.

SBI CBO Recruitment 2020: લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આવી રીતે ચેક કરોSBI CBO Recruitment 2020: લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આવી રીતે ચેક કરો

English summary
Gold rate: Gold declines on MCX, what will be the trend ahead?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X