For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate: સોનું 50 હજારની નીચે, પરંતુ 68 હજારની સપાટી આંબી શકે

Gold Rate: સોનું 50 હજારની નીચે, પરંતુ 68 હજારની સપાટી આંબી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં સતત ગિરાવટ ચાલુ છે. આજે સતત ચોથા દિવસે સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે, જેનાથી સોનું એમસીએક્સ પર 50,000 રૂપિયાની નીચે આવી ગયું. આજે 11 વાગ્યે ઓક્ટોબરમા ડિલિવરી વાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49,300 રૂપિયા નોંધાયો છે. જણાવી દઈએ કે પાછલા 4 દિવસમાં સોનાનો રેટ 2400 રૂપિયા ઘટ્યો છે. આ દરમ્યાન ચાંદી પણ 11 હજારથી સસ્તી થઈ છે. પરંતુ હજી પણ એવી સંભાવના છે કે આગામી દિવસોમાં સોનું ફરી 68 હજારની સપાટી સુધી જઈ શકે છે.

40 ટકા રેટ વધ્યા

40 ટકા રેટ વધ્યા

પાછલા 2 વર્ષમાં સોનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેની ઉમ્મીદ બહુ ઓછા લોકોને હશે. 2019મા3ં તેની કિંમત લગભગ 19 ટકા વધી, જ્યારે 2020માં સોનાના રેટ 40 ટકા સુધી વધ્યા છે. ભારતમાં આગળ પણ સોનાના ભાવ વધી શકે તેની સંભાવના છે, કમજોર રૂપિયો પણ સોનાના ભાવ વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હાલના ભાવમાં ખરીદદારીનો શ્રેષ્ઠ મોકો

હાલના ભાવમાં ખરીદદારીનો શ્રેષ્ઠ મોકો

એક્સપર્ટ્સ હાલના ભાવમાં સોનાની ખરીદદારીનો શ્રેષ્ઠ મોકો ગણાવી રહ્યા છે. હાલ ઘરેલૂ મોર્ચે સોનાના રેટ 50 હજાર રૂપિયાની આસપાસ છે. માટે સોનામાં ખરીદારી કરી શકાય છે. મોતીલાલ ઓસવાલે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે 2021ના અંત સુધી ઘરેલૂ સ્તરે સોનાના રેટ પ્રતિ 10 ગ્રામ 65 હજારથી 69 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે આગલા 15 મહિનામાં સોનાના રેટ હાલના લેવલથી 15થી 18 રૂપિયા સુધી વધી શકે છે.

ગોલ્ડ ઈટીએફમાં પૈસા જઈ રહ્યા છે

ગોલ્ડ ઈટીએફમાં પૈસા જઈ રહ્યા છે

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં પણ સતત પૈસા આવતા જોવા મળી રહ્યા છે, જેનાથી સોનાની કિંમતને મદદ મળી રહી છે. ફિજિકલ સોનાની માંગ જ્યારે બહુ સારી નથી ત્યારે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ આવતું જોવા મળી રહ્યું છે. 2020ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફમાં ભારે રકમનું રોકાણ આવ્યું, જેનાથી આ વર્ષના પહેલા છ મહિનામાં ઈન્ફ્લો રેકોર્ડ તોડી 734 ટનના લેવલ પર પહોંચી ગયો. અગાઉ આ રેકોર્ડ 2009ના પહેલા છ મહિનામાં બન્યો હતો. એ સમયે ગોલ્ડ ઈટીએફમાં 646 ઈન્ફ્લો રહ્યો હતો.

સોનાના ભાવમાં મજબૂતી રહેશે

સોનાના ભાવમાં મજબૂતી રહેશે

વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ મુજબ અમેરિકી ડૉલરમાં એપ્રિલ જૂન દરમ્યાન સોનાના ભાવ 10 ટકા વધ્યા, જેનાથી પહેલા છ મહિનામાં તેમાં 18 ટકાનો વધારો નોંધાયો. વર્ષ 2020 દરમ્યાન સોનાની કિંમતમાં મજબૂતી બની રહી છે. જેની પાછળ કેટલાંય કારણ છે, જેમાં યૂરોપમાં કોરોનાની બીજી સંભવિત લહેર અને કમજોર આર્થિક ગતિવિધિઓ સામેલ છે.

નજીકના ભવિષ્યમાં શું થશે

નજીકના ભવિષ્યમાં શું થશે

જો તમે સોનાની કિંમતમાં તેજ ગિરાવટનો ઈંતેજાર કરી રહ્યા છો તો આ જલદી જ થવાની સંભાવના નથી. નજીકના ભવિષ્યમાં સોનાના રેટ ગગડી શકે છે. જે લોકોએ રોકાણ કર્યું છે તેમણે પૈસા લગાવી રાખવા જોઈએ, કેમ કે સોનું રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની એક શાનદાર રીત છે. બીજી તરફજે રોકાણકાર સોનું ખરીદવા માંગે છે, તેઓ થોડી ગિરાવટ પર આવું કરી શકે છે.

નોકરીયાતોને મોદી સરકારની ભેટ, ગ્રેજ્યુઇટી માટે 5 વર્ષ રાહ નહિ જોવી પડેનોકરીયાતોને મોદી સરકારની ભેટ, ગ્રેજ્યુઇટી માટે 5 વર્ષ રાહ નહિ જોવી પડે

English summary
Gold Rate: Gold is below 50 thousand, but can reach 68 thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X