Gold Rate Today : સોના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો આજના સોનાના ભાવ
Gold Rate Today : સોના-ચાંદીના ભાવમાં સોમવારના રોજ કોઇ ફેરફાર જોવ મળ્યો નથી. 22 કેરેટ સાથે 24 કેરેટના સોનાની કિંમત સમાન બની રહે છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 60 હજાર રૂપિયા છે.
જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જોકે, વાયદામાં સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એક કિલો ચાંદીની કિંમત 77,500 રૂપિયા પ્રતિ કિલો છે.

દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતામાં સોનાનો ભાવ
- દિલ્હી : 24 કેરેટ રૂપિયા 60,150 પ્રતિ દસ ગ્રામ
- મુંબઈ : 24 કેરેટ રૂપિયા 60,000 પ્રતિ દસ ગ્રામ
- કોલકાતા : 24 કેરેટ રૂપિયા 60,000 પ્રતિ દસ ગ્રામ
- ચેન્નાઈ : 24 કેરેટ રૂપિયા 60,390 પ્રતિ દસ ગ્રામ
આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 0.44 ટકાના ઘટાડા સાથે 1955.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીનો ભાવ પણ 0.45 ટકા ઘટીને 25.08 ડોલર થયો છે.
સોનાની આગળની ચાલ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર અંગે લેવાયેલા નિર્ણય પર નિર્ભર રહેશે. જો ફેડ વ્યાજદરમાં નરમાઈના સંકેતો દર્શાવે છે, તો સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે.
સોમવારના રોજ વાયદા બજારમાં સોનાના ભાવમાં રૂપિયા 191નો ઘટાડો થયો હતો. આ કારણે ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 59,125 રૂપિયા છે. આજે એમસીએક્સ પર સોનામાં 8,934 લોટનો વેપાર થયો હતો. એનાલિટિક્સ ઘટાડા માટે નવી ખરીદીના અભાવને જવાબદાર ગણાવ્યું હતું.
વાયદામાં ચાંદીના ભાવ રૂપિયા 268 ઘટી રૂપિયા 75,700 પ્રતિ કિલો થયા હતા. MCX પર સપ્ટેમ્બર સિલ્વર કોન્ટ્રાક્ટમાં 19,076 લોટનું બિઝનેસ ટર્નઓવર જોવા મળ્યું હતું.
આ રીતે જાણો તમારા શહેરના ભાવ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે, જે નંબર પરથી તમે કોલ કરશો.
સોનું ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. BIS કેર એપ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે, તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
સોનું ખરીદતી વખતે આ 3 વાતો ધ્યાન રાખો
સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય, તો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
