gold price today : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત, ચાંદીના ભાવ રેકોર્ડ લેવલે પહોંચ્યા
gold price today : 14 જુલાઈએ દેશભરના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો નોંધાયો છે.
આ ઉછાળા સાથે ચાંદીના ભાવ 1,15,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે.
ચાંદીના વધારા પાછળનું મુખ્ય કારણ યુએસ ડોલરની નબળાઈ, વૈશ્વિક બજારમાં વેપાર સંબંધિત તણાવ અને સુરક્ષિત રોકાણ તરીકે ચાંદી તરફ વળતી રોકાણકારોની પસંદગી માનવામાં આવે છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ શનિવારે પણ ચાંદીમાં 4,500નો વધારો જોવા મળ્યો.

સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતાવાળું સોનું 99,570 પ્રતિ 10 ગ્રામ અને 99.5 શુદ્ધતાવાળું ₹99,000 સુધી પહોંચ્યુ છે.
જાણકારો અનુસાર, ચાંદીમાં ઊંચી માંગ અને વૈશ્વિક અનિશ્ચિતતાને લીધે સ્થાનિક બજારમાં તેના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે.
આ સિવાય અમેરિકાએ તેના વેપાર ભાગીદારો પર ટેરિફ વધાર્યા બાદ અને ડોલર ઇન્ડેક્સ નબળો પડતાં સોનાની માંગ વધી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સ્પોટ માર્કેટમાં ચાંદી 1.71% વધીને 39.02 ડોલર પ્રતિ ઔંસ પહોંચી છે, જયારે સ્પોટ ગોલ્ડ 3,371.14 ડોલર પ્રતિ ઔંસ સુધી ગયું છે.












Click it and Unblock the Notifications
