For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને કારણે ગોલ્ડમેન સેશે ભારતનું રેટિંગ વધાર્યું

|
Google Oneindia Gujarati News

stock-market
મુંબઇ, 6 નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં વિજયી બનીને દેશના વડાપ્રધાન પદે બિરાજી શકે છે તેવી પ્રબળ શક્યતાઓની અસર દેશની આર્થિક સ્થિતિ અને રેટિંગ પર પડી રહી છે. આ જ કારણથી વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી ગોલ્ડમેન સેશે ભારત પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલીને ભારતનું માર્કેટ રેટિંગ વધાર્યું છે.

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકે ભારતની રેટિંગ વધારીને માર્કેટવેઇટ કરી દીધી છે. આ પહેલા તેણે ભારતીય શેરબજારને અન્ડરવેઇટ રેટિંગ આપી હતી. તેણે નિફ્ટિ માટે વર્ષ 2014ના અંત સુધીમાં 6900નો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ અત્યારે જ 10 ટકા જેટલો વધારે છે.

ગોલ્ડમેન સેશ દ્વારા મંગળવારે પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "વર્તમાન સમયમાં ભારત હાયર કરંટ એકાઉન્ટ અને ફિસ્કલ ડેફિસિટ, વધારે મોંઘવારી દર અને સખત મોનિટરિંગ પોલિસી જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. જે કે આવતા વર્ષે કેન્દ્રમાં સત્તા બદલવાની આશા તેમના પર ભારે પડી રહી છે. માનવામાં આવે છે કે મે 2014માં લોકસભા ચૂંટણીઓ બાદ ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ ભાજપને બિઝનેસ ફ્રેન્ડલી માને છે. "ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની પાસેથી સારા પરિવર્તનની આશા રાખવામાં આવી રહી છે."

ગોલ્ડમેનનું કહેવું છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટના મામલે પ્રેશર ઘટ્યું છે. આવનારા સમયમાં કંપનીઓનો પ્રોફિટ ગ્રોથ વધવાની આશા છે. જાન્યુઆરી 2013 પછીથી એનાલિસ્ટ તેમાં સતત ઘટાડો કરી રહ્યા હતા. હવે તેમાં સ્થિરતા જોવા મળી રહી છે.

English summary
Goldman Sachs bullish on Narendra Modi upgrades India to market weight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X