For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઈ જતા ભારતીય પ્રવાસીઓ માટે ખુશ ખબર, હવે રેપિડ RTPCR કરવાની જરૂર નહીં

દુબઈએ મંગળવારના રોજ એવા નિયમો હટાવ્યા હતા, જેમાં ભારતીય પ્રવાસીઓને UAE જતા પહેલા એરપોર્ટ પર રેપિડ RTPCR પસાર કરવાની જરૂર હતી.

|
Google Oneindia Gujarati News

દુબઈએ મંગળવારના રોજ એવા નિયમો હટાવ્યા હતા, જેમાં ભારતીય પ્રવાસીઓને UAE જતા પહેલા એરપોર્ટ પર રેપિડ RTPCR પસાર કરવાની જરૂર હતી. દુબઈ એરપોર્ટે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના મુસાફરો માટે નવા નિયમો સાથે એડવાઈઝરી જાહેર કરી છે.

Dubai

નવા નિયમોમાં હવે ભારતીયોએ માન્ય આરોગ્ય સેવા પ્રદાતા પાસેથી ફ્લાઇટના નિર્ધારિત પ્રસ્થાનના 48 કલાક પહેલાં નકારાત્મક COVID 19 પરીક્ષણ પ્રમાણપત્ર (કોરોનાનો નેગેટિવ રિપોર્ટ) રજૂ કરવું આવશ્યક છે. મુસાફરોએ દુબઈ પહોંચ્યા પછી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ટ્રાન્ઝિટ મુસાફરો માટે, અંતિમ મુકામ પર પ્રવેશને નિયંત્રિત કરતા નિયમો લાગુ થશે.

મુસાફરીની શરતો પૂરી થાય છે તેની ખાતરી કરવાની જવાબદારી એરલાઇન ઓપરેટરોની રહેશે. મુસાફરીની આવશ્યકતાઓમાં સુધારો મોટી સંખ્યામાં ભારતીયો માટે પરિસ્થિતિને સરળ બનાવશે કે, જેઓ શહેરમાં રહે છે અથવા અવારનવાર પ્રવાસ કરે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,102 નવા COVID 19 કેસ નોંધાયા છે અને 278 મૃત્યુ થયા છે.

English summary
Good news for Indian tourists going to Dubai, no need to do Rapid RTPCR now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X