For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ગ્રાહકો માટે ખુશ ખબર, જાણો વધુ અહીં

એસબીઆઇના એકાઉન્ટ હેલ્ડર્સ માટે મોટી રાહત. આ ખાતા ધારકોએ એકાઉન્ટમાં ન્યૂનતમ રાશિ રાખવાની જરૂર નહીં રહે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી તેના ખાતા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. એસબીઆઇ દ્વારા ખાતના મિનિમમ બેલેન્સ અંગે મોટી રાહતની ઘોષણા કરવામાં આવી છે. આ ઘોષણા અનુસાર, કેટલાક ખાસ ખાતા ધારકોએ પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી રહે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, સ્મોલ સેવિંગ્સ બેંક એકાઉન્ટ્સ, જન ધન એકાઉન્ટ, અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સના નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એસબીએઇ એ એક ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. આ ટ્વીટ મુજબ, નાના બચત બેંક ખાતા, સામાન્ય બચત બેંક ખાતા, જન ધન ખાતા અને વ્યવસાયિક વેતન ખાતા ગ્રાહકો માટે પોતાના ખાતામાં ન્યૂનતમ રકમ રાખવી હવે ફરજિયાત નથી.

sbi

Read also : Job: ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો? તો અપનાવો આ રીત Read also : Job: ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો? તો અપનાવો આ રીત

ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી એસબીઆઇ દ્વારા બચત ખાતા માટેની ન્યૂનતમ રકમની સીમા વધારવામાં આવી હતી. આ નિયમ અનુસાર 6 મહાનગરોમાં એસબીઆઇ સેવિંગ એકાઉન્ટમાં એકાઉન્ટ હોલ્ડર્સ પોતાના ખાતમાં લગભગ 5000 રૂપિયા રાખવા પડશે, તો શહેરી વિસ્તારના એકાઉન્ટ હોલ્ડર્સે 3000 રૂપિયા, અર્ધ-શહેરી ક્ષેત્રના એકાઉન્ટ હોલ્ડર્સે 2000 રૂપિયા તથા ગ્રામીણ વિસ્તારના એકાઉન્ટ હોલ્ડરે 1000 રૂપિયા ન્યૂતમ રકમ રાખવાની રહેશે. એસબીઆઇની વેબસાઇટ અનુસાર, જો આ નિયમનું પાલન ન થયું તો બચત ખાતા ધારકોએ 20 રૂ.(ગ્રામીણ શાખા)થી માંડીને 100 રૂ.(મહાનગર)નો દંડ ભરવાનો રહેશે. સાથે એસબીઆઇ એકાઉન્ટ હોલ્ડર્સે લોકરનું ભાડું પણ આપવાનું રહેશે. તેઓ વર્ષમાં માત્ર 12 જ વાર એ લોકરનો ઉપયોગ કરી શકશે. આ સિવાય ચેકબુકના મામલામાં કરંટ એકાઉન્ટ હોલ્ડર્સને 1 વર્ષમાં 50 ચેક મફત મળશે, ત્યાર બાદ ચેક માટે એક પાના દીઠ 3 રૂ. ચૂકવવાના રહેશે.

English summary
Maintenance of minimum balance in State Bank of India with the following type of accounts not mandatory anymore. SBI recently adopts new brand identity after merging with 6 banks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X