સરકારને ગેસની વધતી કિંમતોથી લાભ : મોઇલી

તેમણે પત્રકારોને જણાવ્યું કે "મારા વિચારથી 90 ટકા ગેસના જથ્થાની શોધ જાહેર કંપનીઓએ કરી છે. જ્યારે માત્ર 10 ટકા ગેસના જથ્થાની ખોજ ખાનગી કંપનીઓએ કરી છે. આવી સ્થિતિમાં ઉત્ખનનથી 80 ટકા આવક કે નફો રાજસ્વના સ્વરૂપમાં સરકારની પાસે પાછો આવશે."
મોઇલીએ એમ પણ જણાવ્યું કે દેશ દ્વારા કમાણી કરવામાં આવેલા ધનનો સંરક્ષિત અને પુન: રોકાણમાં ઉપયોગ કરવામાં આવશે. તેને ક્યારેય પણ અન્ય દેશોમાં ખર્ચી નાખવામાં આવશે નહીં.
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબાતોની સમિતીએ 27 જૂનના રોજ ધરેલુ સ્તરે નિકળનારી ગેસની કિંમતોને 1 એપ્રિલ, 2014થી વધારીને 8.4 ડૉલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (એમબીટીયુ) કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. વર્તમાન સમયમાં તેની કિંમતો 4.2 ડોલર પ્રતિ એમબીટીયુ છે.












Click it and Unblock the Notifications
