For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર

|
Google Oneindia Gujarati News

ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયા બાદ સ્થાનિક રોકાણકારો આવકવેરા દરના મોરચે રાહતની અપેક્ષા કરી શકે છે તેમ નિષ્ણાંતોનું કહેવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2020-21ના બજેટમાં વ્યક્તિગત આવકવેરાના મોરચે થોડી રાહત આપી શકે છે. વળી સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખર્ચ વધારવાની અપેક્ષા રાખે છે. સરકારી સૂત્રો અને અર્થશાસ્ત્રીઓના મતે ગ્રાહકોની માંગ અને રોકાણ વધારવા માટે સરકાર આ નિર્ણયો લઈ શકે છે.

ભારતીય અર્થવ્યવસ્થા એક દાયકાના તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિએ જીડીપી વૃદ્ધિદર ઘટાડીને 4.5 ટકા કર્યો છે. તેનાથી કરોડો યુવાનોની નોકરીઓ અસર પડી છે.

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે તો બીજી તરફ આરબીઆઇએ પણ રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. તેમ છતા દેશમાં રોકાણને જરૂરી વેગ મળ્યો નથી. અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારો કહે છે કે, આગામી બજેટમાં વપરાશને પ્રોત્સાહિત કરવાના પગલાઓ સાથે માર્ગ, રેલવે અને ગામડાની સુધારણા યોજનાઓ પરનો વધારાનો ખર્ચ આર્થિક વિકાસને પાટા પર લાવવામાં મદદ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

વૃદ્ધિને બૂસ્ટ મળશે

વૃદ્ધિને બૂસ્ટ મળશે

સિંગાપુરમાં કેપિટલ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી શિલાન શાહે કહ્યું કે કમજોર અર્થવ્યવસ્થા અને સરકાર વિરોધી પ્રદર્શનોને કારણે જ પ્રોત્સાહન વાળા પગલાની સંભાવના વધી ગઈ છે. વધુમાં તેમણે એ નોંધમાં કહ્યું કે આ ઉપાયોથી આગામી ક્વાર્ટરમાં વૃદ્ધિને પણ થોડો બૂસ્ટ મળશે.

આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટ્યો

આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટ્યો

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કર્યો છે. આ સાથે આગામી નાણાકીય વર્ષનો જીડીપી વૃદ્ધિનો અંદાજ પણ ઘટાડીને 5.8 ટકા કરી દેવામાં આવ્યો હતો.

રાહતની અપેક્ષા

રાહતની અપેક્ષા

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય ખાધના લક્ષ્યાંકને ઘટાડવાના અગાઉના લક્ષ્યાંકને ઓછામાં ઓછા બે વર્ષ માટે સ્થગિત કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયા બાદ ઘરેલું રોકાણકારો આવકવેરા દરના મોરચે રાહતની અપેક્ષા રાખી શકે છે.

HDFC Bank 125 શાખાઓ ખોલવાની તૈયારીમાં, નોકરીની અમૂલ્ય તકHDFC Bank 125 શાખાઓ ખોલવાની તૈયારીમાં, નોકરીની અમૂલ્ય તક

English summary
government can reduce income tax and increase spending to bring the economy on edge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X