For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારીઓને મળી ભેટ! રાજ્ય સરકારે મોટી જાહેરાત

સરકારી કર્મચારીઓની રાહનો અંત આવ્યો છે. સરકારે ડીએ વધારાને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત સરકારે ડીએમાં 5 ટકાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાની ભાજપ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

સરકારી કર્મચારીઓની રાહનો અંત આવ્યો છે. સરકારે ડીએ વધારાને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત સરકારે ડીએમાં 5 ટકાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાની ભાજપ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે.

મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થામાં વધારો

નોંધપાત્ર રીતે, આ દરમિયાન, ઘણી રાજ્ય સરકારોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. હવે ત્રિપુરા સરકારે મોંઘવારી ભથ્થામાં વધારોકરીને રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનીમંજૂરી આપી છે. આ વધેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2022થી અમલમાં આવ્યું છે. રાજ્યના મંત્રી સુશાંત ચૌધરીએ આ અંગે માહિતી આપીછે.

ત્રિપુરામાં ચૂંટણી થવાની છે

ત્રિપુરામાં ચૂંટણી થવાની છે

નોંધનીય છે કે, ત્રિપુરામાં આવતા વર્ષે માર્ચ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓની મદદ માટેરાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથીરાજ્યની તિજોરી પર 523.80 કરોડ રૂપિયાનો બોજ વધશે.

ઉલ્લેખીય છે કે, સરકારના આ નિર્ણયનો લાભ 1,04,683 કર્મચારીઓ સિવાય80,855 પેન્શનધારકોને મળશે. એટલે કે આ નિર્ણયથી ત્રિપુરાના કુલ 1,88,494 લોકોને ફાયદો થશે.

મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થયું

મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થયું

આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકાકર્યું છે. આનાથી મધ્ય પ્રદેશના 7.5 લાખ કર્મચારીઓને ફાયદો થશે, પરંતુ રાજ્યની તિજોરી પર 625 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થશે

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થશે

આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પણ 34 ટકાથી વધારીને 38 થી 39 ટકા કરવામાં આવી શકે છે. મોંઘવારી ભથ્થામાંવધારો કરવા અંગે મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.વાસ્તવમાં, અત્યાર સુધીના AICPI ડેટાને કારણે એ સ્પષ્ટ થઈ ગયું છેકે, મોંઘવારી ભથ્થામાં વધારો નિશ્ચિત છે.

English summary
Government employees got a big gift from The government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X