નાના વેપારીઓને સરકારે આપી રાહત, પણ શર્ત સાથે!

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે અરુણ જેટલીએ પ્રેસ કોન્ફર્ન્સ દ્વારા નાના વેપારીઓને ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ જાહેરાત સોમવાર રાતે જ કરવામાં આવી હતી. પણ તે અંગે પ્રેસ કોન્ફર્ન્સ મંગળવારે કરવામાં આવી છે. જે મુબજ હાલના આવક કરના કાનૂન 1961ની ધારા 44 એડી મુજબ 2 કરોડ રૂપિયા સુધીનો વેપાર કરનાર વેપારીઓનો અંદાજિત નફો (પ્રિજંપ્ટિવ પ્રોફિટ) 8 ટકા સુધી માનવામાં આવે છે. જે પર તેમની પર કોઇ પણ ટેક્સ નહીં લગાવવામાં આવે.

arun jaitley

સરકારે નાના વેપારીઓને રાહત આપતા આ નવી જાહેરાત કરી છે. જેનાથી તેમની પર ટેક્સનો ભાર ઓછો પડશે. જો કે તે માટે સરકારે કેટલીક શર્તો પણ રાખી છે. નવા નિયમ મુજબ જો નાના વેપારીઓ ડિઝિટલ પેમેન્ટ સ્વીકારે છે તો 2 કરોડ સુધીના વેપાર કરનાર વેપારીનો અંદાજિત નફો 6 ટકા માનવામાં આવશે.

અને આ જ પ્રમાણે જો કોઇ નાનો વેપારી ડિઝિટલ પેમેન્ટ નથી સ્વીકારતો તો તેનો અંદાજિત નફો 16 લાખ રૂપિયા સુધી માનવામાં આવશે. નોંધનીય છે કે નાણાં મંત્રાલય તરફથી તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે લોકો રોકડ રકમથી વેપાર કરશે તેને સરકાર દ્વારા આપવામાં આવતી રાહતમાંથી લાભ આપવામાં નહીં આવે. અને તેમને ટેક્સ પણ વધુ ભરવો પડશે.

વધુમાં મંત્રાલયે તે પણ સ્પષ્ટ કર્યું છે. આયકર કાનૂનમાં નાણાં વિધેયક 2017 દ્વારા સંશોધન કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર તરફથી આ નિર્ણય ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

English summary
government gives relaxation to small businessmen.
Please Wait while comments are loading...