For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર રોકાણ વધારવા પ્રયત્નશીલ : વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 4 મે : એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના નિર્દેશક મંડળની 46મી વાર્ષિક બેઠકના ઉદઘાટન ભાષણમાં વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે "કેન્દ્ર સરકારે વર્ષ 2012-2017 સુધી ચાલનારી 12મી પંચવર્ષીય યોજના દરમિયાન 8 ટકાનો વિકાસદર પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશ પાછલા દાયકામાં આ વિકાસદર પ્રાપ્ત કરી ચૂક્યો છે."

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે "અમે રોકાણ વધારવા તથા ઘરેલુ અને વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલી મોટી યોજનાઓને ઝડપથી પૂરી કરવા માટે પગલાં ભર્યાં છે." વડાપ્રધાને આર્થિક વિકાસમાં તાજેતરના વર્ષોમાં આવેલી સુસ્તીનું એક કારણ ધીમા પડેલા રોકાણને ગણાવ્યું હતું.

માનવામાં આવે છે કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વરા્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 5 ટકા થઇ ગયો છે. જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો છે. વડાપ્રધાને જણાવ્યું કે તેમની સરકારે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પણ પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં આર્થિક સુસ્તી હોવા છતાં ભારત તથા અન્ય વિકાસશીલ દેશો વૈશ્વિક વિકાસ દરની ગતિ જાળવી શક્યા છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના આંકડાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2013 દરમિયાન વિકાસશીલ અર્થ વ્યવસ્થાઓના 1.2 ટકા વિકાસની આશા છે. જ્યારે એશિયાની વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે તે પાંચ ગણી વધારે 7.1 ટકા રહેવાની આશા છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તપ પર ઝડપી આર્થિક વિકાસ ફરીથી પ્રાપ્ત કરવા માટે તેને સ્થિર બનાવવાના ક્ષેત્રની ભૂમિકા મહત્વની રહેશે.

English summary
Government is trying to increase investment : PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X