મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી
મોદી સરકાર દ્વારા સોલર પ્લાન્ટ લગાવીને કમાણી કરવાની તક મળી રહી છે. જી હાં, સરકારે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે.
મોદી સરકાર દ્વારા સોલર પ્લાન્ટ લગાવીને કમાણી કરવાની તક મળી રહી છે. જી હાં, સરકારે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. જેને તમે સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ સોલાર પાવરનો બિઝનેશ શરૂ કરી શકો છો.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે
એટલું જ નહીં જો તમે બિઝનેસ ઉપરાંત લાઈટબિલ ઓછું કરવા ઈચ્છતા હો, તો પણ આ મોબાઈલ એપ તમારું કામ આસાન કરી દેશે. જણાવી જઈએ કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNREએ આ એપ તૈયાર કરી છે. સરકારે આ એપને અટલ રુફટોપ સોલ યુઝર નેવિગેટર (અરૂણ) નામ આપ્યું છે.

શું છે અરૂણ એપ?
જો તમે તમારા ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવવા ઈચ્છો છો તો 'અરૂણ' એપને તમારા એન્ડ્રોઈડ એપને ડાઉનલોડ કરી શકો છો. આ મોબાઈલ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ ડેવલપ કરી છે. આ એપ ઓફિશિયલ વેબસાઈટ mnre.gov.in અને solarrooftop.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

છે ફાયદાકારક
જો કે મોબાઈલ એપ ડાઉનલોડ કરીને જેવી તમે એપ ખોલશો, તો સૌથી પહેલા તમને બેઝિક માહિતી મળશે. જેમ કે છત પર 10 ચોરસ મીટરનો સોલાર પ્લાન્ટથી 1 કિલોવોટ પાવર જનરેટ કરી શકાય છે કે મહિને 150 યુનિટ વીજળી જનરેટ કરી શકાય છે. સાથે જ પ્લાન્ટની બેન્ચમાર્ક કૉસ્ટ, સબસિડી, બેન્ક લોન વગેરેની પણ બેઝિક માહિતી અપાઈ છે.

એપ દ્વારા ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવો
આ એપ દ્વારા તમે તમારા ઘરની છત પર સોલર પ્લાન્ટ પણ લગાવી શકો છો. આ એપમાં એક ઓપ્શન છે, હાઉ ટુ ઈન્સ્ટોલ સોલર પ્લાન્ટ. આ ઓપ્શન પર ક્લિક કરીને તમારે રેસિડેન્શિયલ પ્લાન્ટ લગાવવો છે કે કમર્શિયલ કે ઈન્સ્ટીટ્યુશનલ તે માહિતી આપવી પડશે.
જે બાદ તમારે રાજ્ય, જિલ્લાની સાથે પોસ્ટલ એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી રજિસ્ટર કરાવવું પડશે. સબમીટ કર્યા બાદ તમારી રિક્વાયરમેન્ટ સોલર પ્લાન્ટ લગાવતી એજન્સીને મળશે, જેમના કર્મચારી તમારો સંપર્ક કરીને સોલર પ્લાન્ટ લગાવવા પહોંચી જશે.

દરેક રાજ્યની અલગ પોલિસી
તમને એ માહિતી આપી દઈએ કે સોલર પાવર માટે દરેક રાજ્યની પોતાની પોલિસી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે તમારા રાજ્યમાં સોલાર પોલિસી શું છે. એપની મદદથી અપાયેલા ઓપ્શનમાં તમે તમારા રાજ્યનું નામ લખશો તો તમને પૂરી માહિતી મળી રહેશે. કેટલી સબસિડી મળશે, સ્ટેટ સબિડીછી છે કે નહીં, ગ્રીડમાં વીજળી આપવા પર તમને શું મળશે આ તમામ માહિતી એપમાં ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
