સરકારને ડામાડોળ અર્થતંત્રથી છૂટ્યો પરસેવો, સોનુ ગીરવે મૂકશે?

આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ મંગળવારે સંકેત આપ્યા હતા કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતા સરકાર સોનુ ગીરવે મૂકી શકે છે. તેમણે જણાવ્યું કે દેશમાં 31000 ટન સોનાનો ભંડાર છે. સરકાર તેમાંથી 500 ટન જેટલું સોનુ ગીરવે મૂકી શકે છે.
મંગળવારે ડોલરની સરખામણીએ રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નિમ્ન સપાટીએ પહોંચી ગયો હતો. એક ડોલરની સામે 66 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો હતો. જેના પહલે સેન્સેક્સમા્ં પણ 600 અંકોનો ઘટાડો નોંધાયો હતો. નાણા મંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સોનુ ગીરવે મૂકવા અંગેનો અંતિમ નિર્ણય છેવટે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ લેશે.
મંગળવારે નિફ્ટીમાં 200થી વધારે પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરમાર્કેટની સાથે રૂપિયાની સ્થિતિ ખરાબ છે. બીજી તરફ સોનાની કિંમતો પણ પ્રતિ 10 ગ્રામ 32,500એ પહોંચી ગઇ છે.












Click it and Unblock the Notifications
