For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર HMT વોચીસ સહિતની માંદી કંપનીઓને તાળા મારશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 નવેમ્બર : એક આંચકાજનક સમાચાર મુજબ નાણાપ્રધાન અરૂણ જેટલીએ માંદા સરકારી સાહસોને બંધ કરવાના સંકેત આપ્‍યા બાદ તેના અમલીકરણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ અંગે ટોચના સરકારી અધિકારીએ આપેલી પુષ્‍ટિ પ્રમાણે ભારે ઉદ્યોગ વિભાગ હસ્‍તક આવતી છ સરકારી કંપનીઓને બંધ કરવાની કેબિનેટ નોંધ તૈયાર થઇ છે.

સરકારે બંધ કરવાની સાહસોની તૈયાર કરેલી યાદીમાં હિંદુસ્‍તાન ફોટો ફિલ્‍મ્‍સ, એચએમટી બેરિંગ્‍સ, એચએમટી ચિનાર વોચિસ, તુંગભદ્રા સ્‍ટીલ, હિંદુસ્‍તાન કેબલ અને એચએમટી વોચીસનો સમાવેશ થાય છે.

સરકાર માંદા સાહસોને બંધ કરવાના બીજા રાઉન્‍ડમાં ખોટ કરતી વધુ 15 કંપનીઓ પર વિચાર કરવાની છે. તેમાં બ્રિટિશ ઇન્‍ડિયા કોર્પોરેશન, આઇડીપીએલ અને તેની પેટાકંપનીનો સમાવેશ થાય છે.

personal-finance-investment-12

આ અંગે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે 'એક વખત પહેલી છ કંપનીઓની પ્રક્રિયા પૂરી થઇ ગયા પછી જે કંપનીઓમાં કોઇ ઉત્‍પાદન થતું નથી અથવા લગભગ બંધ જેવી છે તેને સમેટી લેવા પ્રક્રિયા કરાશે.'

સરકારી આંકડા પ્રમાણે 31 માર્ચ, 2013ના અંતે 61 માંદાં કેન્‍દ્રીય જાહેર સાહસોના 1.53 લાખ કર્મચારીઓ હતા અને સરકાર તેમને બજેટમાંથી પગાર ચૂકવતી હતી. નોંધનીય છે કે એચએમટી ઘડિયાળનું ઉત્‍પાદન બંધ થવાનું છે તેવા સમાચાર પછી એચએમટીની ઘડિયાળોની ભારે માંગ નીકળી છે.

આ મહિને જેટલીએ જણાવ્‍યું હતું કે સરકાર ખોટ કરતાં કેટલાક પીએસયુનું ખાનગીકરણ કરવા વિચારે છે કારણકે કરદાતાઓનાં નાણાં લાંબા સમય સુધી તેમાં ખર્ચી શકાય નહીં. 'કેટલાક પીએસયુ ખાનગી હાથોમાં સારી કામગીરી બજાવી શકે છે તે જોવા માટે હું તૈયાર છું.' એમ જેટલીએ વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમ્‍સ ઇન્‍ડિયા ઇકોનોમિક સમિટમાં જણાવ્‍યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ખોટ કરતી કંપનીઓ ફકત સરકારી ટેકાના આધારે જ ટકી રહે તે લાંબા ગાળાનો ઉકેલ નથી. કેબિનેટ નોંધ પ્રમાણે છ કંપનીઓ બંધ કરવા માટે કર્મચારીઓને 2007ના પે-સ્‍કેલ પર સ્‍વૈચ્‍છિક નિવૃતિ યોજનાનો વિકલ્‍પ અપાશે.

આ કંપનીઓમાં લગભગ 3,600 કર્મચારી કામ કરે છે. વીઆરએસની સાથે તેમને રજાઓના એન્‍કેશમેન્‍ટ અને ગ્રેચ્‍યુઇટી જેવા વધારાના લાભ પણ ઓફર કરવામાં આવશે. ભાર ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્‍યું હતું કે 'તેમનું કુલ પતાવટ પેકેજ રૂપિયા 1000 કરોડમાં પડશે.'

અગાઉ ભારે ઉદ્યોગમંત્રી અનંત ગીતેએ જણાવ્‍યું હતું કે નવસંચાર ન થઇ શકે તેવા છ પીએસયુના કર્મચારીઓને રૂપિયા 1000 કરોડની વન-ટાઇમ પતાવટની દરખાસ્‍ત છે. એક વખતી પતાવટ કરવી વધારે સારી છે અને તેના લીધે ઉંચો ખર્ચ નાબૂદ થશે.

English summary
Government to finally shut terminally ill PSUs including HMT Watches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X