સરકાર આવતા મહિને ઇ પેમેન્ટ પોર્ટલ લોન્ચ કરશે

નવી દિલ્હી, 28 નવેમ્બર : પાસપોર્ટ અને સરકારી નોકરીઓની અરજીથી લઇને અન્‍ય સરકારી સેવાઓના ચુકવણા માટે હવે તમારે બેન્‍ક ડ્રાફટ કે પોસ્‍ટલ ઓર્ડર બનાવવાની ઝંઝટ નહીં રહે. સરકારે આ પ્રકારના બધા ચુકવણા માટે એક ઇ-પેમેન્‍ટનું પોર્ટલ તૈયાર કર્યુ છે. તેના પાઇલોટ પ્રોજેકટનો પ્રારંભ આવતા મહિને નાણામંત્રી અરૂણ જેટલી કરશે.

આ પોર્ટલ સીએજી કાર્યાલયે તૈયાર કર્યુ છે. હાલ આ પોર્ટલની ટ્રાયલ ચાલી રહી છે. ખુદ સીજીએ જવાહર ઠાકુરનું કહેવુ છે કે, આ વ્‍યવસ્‍થાથી દુર-દુરના વિસ્‍તારોમાં રહેતા અને સરકારી નોકરી માટે ઇચ્‍છુક યુવાનોને મદદ મળશે. અત્‍યારે અરજીની સાથે જમા કરવામાં આવનાર ફી માટે પોસ્‍ટલ ઓર્ડર મેળવવા માટે યુવાનોને ઠેર-ઠેર ભટકવુ પડે છે કારણ કે નાના શહેરોમાં મોટાભાગની પોસ્‍ટ ઓફિસોમાં જરૂરીયાત મુજબના પોસ્‍ટલ ઓર્ડર મળતા નથી હોતા.

investment-16

નવા પોર્ટલમાં ભારતીય સ્‍ટેટ બેન્‍કને ભાગીદાર બનાવવામાં આવેલ છે પરંતુ બાદમાં તેમાં અન્‍ય સરકારી બેંકોને પણ જોડવાની યોજના છે. ત્રણ મહિના પાઇલોટ પ્રોજેકટ ચલાવ્‍યા બાદ સરકારની યોજના આ પોર્ટલને પુર્ણરૂપથી 1 એપ્રિલ 2015 લોન્‍ચ કરવાની છે.

આ પોર્ટલ થકી શરૂઆતમાં પાસપોર્ટ ફી જેવી સરકારી સેવાઓના ચુકવણાની સાથે-સાથે સરકારી નોકરીઓની પરીક્ષામાં અરજીની ફી પણ આપી શકાશે. ઠાકુરના જણાવ્‍યા પ્રમાણે પ્રારંભમાં બે મોટા મંત્રાલયો અને બે નાના મંત્રાલયોને આ પોર્ટલની સાથે જોડવામાં આવી રહ્યા છે.

પોર્ટલમાં ચુકવણાના બે વિકલ્‍પ હશે. પ્રથમ, જેમાં તમે કોઇપણ અરજીના પુર્વે જ ચુકવણું કરી શકશો. એવામાં તમને એક પાવતી (એકનોલેજમેન્‍ટ) મળશે, જેનો ઉલ્લેખ એ અરજી કરતી વેળાએ કરવાનો રહેશે, તેમાં તેનો નંબર લખવાનો રહેશે.

બીજા વિકલ્‍પ હેઠળ જયારે તમે કોઇ ઓનલાઇન અરજી કરતા હો તો ચુકવણા માટે વેબસાઇટ આ પોર્ટલ પર ખુદ લઇ જશે. અત્‍યારે અલગ-અલગ સેવાઓ માટે અલગ-અલગ પેમેન્‍ટ પોર્ટલ છે પરંતુ નવુ પોર્ટલ જયારે સંપુર્ણ રીતે કામ કરતુ થઇ જશે તો તમામ સરકારી સેવાઓ માટે ચુકવણા આના થકી જ થશે.

આ પોર્ટલનો એક લાભ એ પણ હશે કે, તમામ સરકારી સેવાઓનું ચુકવણું એક જ સ્‍થળેથી થશે. બીજી સરકારી સેવાઓ થકી આવતી આવક ઉપર નજર રાખવાનું સરળ બનશે. એક અનુમાન મુજબ આ સેવાઓથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને મળે છે જે બીનકર આવક તરીકેની હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X