આગામી બજેટમાં રિયલ સ્ટેટ સ્કેટરને મળી શકે છે આ લાભ...

Written By:
Subscribe to Oneindia News

1 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી અરુણ જેટલી 2018-19ના નાણાંકીય વર્ષ માટે બજેટ કરશે. નાણાંમંત્રી અરુણ જેટલી આ મામલે પહેલાથી જ જણાવી ચૂક્યા છે કે તે ખેતી ક્ષેત્રને આ વખતના બજેટમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. તેમણે સાથે જ કહ્યું કે દેશનો આર્થિક વિકાસ હજી સુધી યોગ્ય અને ન્યાયસંગત ત્યાં સુધી નથી જ્યાં સુધી કૃષિ ક્ષેત્રમાં તેનો લાભ ન દેખાય. કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય સીએસઓના નવા આંકડા મુજબ દેશની આર્થિક વૃદ્ધિ દર 2017-18માં 6.5 પ્રતિશત દરથી ચાર વર્ષા નીચલા દરો પણ રહે તેવી સંભાવના છે. મેન્યુફેકચરિંગ અને ખેતી ક્ષેત્રે ખરાબ પ્રદર્શનના કારણે નરેન્દ્ર મોદીની સરકારમાં વિકાસ દર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ત્યારે કૃષિ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તેના કારણે ગ્રાહકોને સસ્તા દરે નવા મકાનો મળી રહ્યા છે. પણ તેમ છતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ જીએસટી દર ઓછી કરી આ બજેટમાં તેને નવજીવન આપવાનો પ્રયાય સરકાર કરશે તેમ મનાય છે.

Arun Jaitley

સાથે જ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને સિંગલ વિંડો ક્લિયરેન્સની સુવિધા પણ આપશે સાથે જ સમગ્ર સેક્ટરને એક ઇંડસ્ટ્રીઝનો દરજ્જો આપવામાં આવશે. પ્રોપર્ટી કંસલટેન્ટ એનારોકના મુજબ, આ બજેટ સંભવિત લિસ્ટમાં હોઇ શકે છે જેના કારણે આ સેક્ટરમાં તેજી આવી શકે. ANAROCKના ચેરમેન અનુજ પુરીએ કહ્યું કે સરકાર આ ક્ષેત્રમાં વિનિયમન કરીને એક સક્રિય વલણ અપનાવ્યું છે. જો કે તેમ છતાં અનેક નીતિ સંબંધી દર્દ બિંદુ છે જે આગામી કેન્દ્રીય બજેટમાં નિર્ણાયક અંતર બનાવી શકે છે. નોંધનીય છે કે હાલ નિર્માણાધીન સંપત્તિ પર 12 ટકા ટેક્સ લેવામાં આવી રહ્યો છે. જે ગત કરોથી વધુ છે. સરકાર આ મામલે તેવા પગલાં ચોક્કસથી ઉઠાવશે જેનાથી આ સેક્ટરની માંગ ફરી વધે.

English summary
Govt should reduce GST rate on under-construction properties in next Budget.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.