For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST ભરનારને ગુજરાતની ચૂંટણી પહેલા કેન્દ્ર તરફથી મળી ખુશખબરી

જીએસટી મામલે ગુજરાતની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે જીએસટી રિર્ટન અંગે એક સારા સમાચાર આપ્યા છે. અરુણ જેટલીએ આ અંગે ટ્વિટ કરીને જાહેરાત કરી છે. જાણો વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

નાણાં મંત્રી અરુણ જેટલીએ કરદાતોએ મોટી રાહત આપી છે. બીજી રીતે જોઇએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વેપારી વર્ગને આડકતરી રીતે ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ જીએસટી રિટર્ન પર લગાવેલી લેટ ફી કરદાતાને પરત કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જીએસટી-ફાર્મ 3બીની રિર્ટન સબમિશન પછી જે પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે. સાથે જ જેમણે હજી સુધી પેનલ્ટી નથી ભરી તેમે 200 રૂપિયા પ્રતિદિન લેટના ભાવે અત્યાર સુધી ભરવા પડતા હતા. જો કે અરુણ જેટલીએ આ મામલે રાહત આપી છે.

Arun jaitley

નાણાં પ્રધાને ટ્વિટ કરીને આ જાણકારી આપતા કહ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે જીએસટી-ફાર્મ 3બી ફાઇલ કરનારથી લેટ ફી નહીં લેવામાં આવે. સાથે જ ફી આપનારને ટેક્સ લેઝરમાં ફી ક્રેડિટ કરવામાં આવશે. દેશમાં જીએસટી વ્યવસ્થા એક જુલાઇથી લાગુ થયેલી છે. તે પછી આ ત્રીજો મહિનો છે. જેમાં કંપનીઓએ જીએસટીઆર-3બી રિર્ટન ભરવું પડી રહ્યું છે. જેમાં કંપનીના વેચાણની તમામ જાણકારી વિગતવાર આપવાની રહે છે. જુલાઇ અને ઓગસ્ટમાં ક્રમશ 55.68 લાથ અને 50 લાખ રિર્ટન ભરવામાં આવ્યા જેમાંથી ક્રમશ 95,000 કરોડ રૂપિયા અને 92,000 કરોડ રૂપિયા રાજસ્વ આપવામાં આવ્યું.

English summary
govt waives off late fee payment under gstr filings august september says arun jaitely
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X