GST બેઠક : આ 68 વસ્તુઓ થઇ સસ્તી, 29 વસ્તુઓ પર 0 GST

જીએસટી મામલે આજે મળેલી બેઠક પછી કુલ 68 વસ્તુઓ થઇ સસ્તી. જો કે પેટ્રોલ ડિઝલ મામલે નથી લેવાયો કોઇ નિર્ણય. જાણો આ અંગે વધુ અહીં.

જીએસટી કાઉન્સિલની બેઠક આજે ફરી એક વાર લોકોના ચહેરા પર ખુશી લાવી છે. નોંધનીય છે કે આજે જીએસટીની કાઉન્સિલ બેઠક મળી હતી. જેમાં 68 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને 0 ટકા કરી દેવામાં આવ્યું છે. તો 49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરવામાં આવ્યું છે. જો કે પેટ્રોલ, ડિઝલ અને રિયલ એસ્ટેટ મામલે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. આમ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા નાણાંકીય બજેટ પહેલા નાણાં મંત્રી અરુણ જેટલીએ 68 વસ્તુઓ સસ્તી કરીને લોકોને ખુશ કર્યા છે. નોંધનીય છે કે આ બેઠકમાં 49 વસ્તુઓ પર જીએસટી ઓછું કરીને તેને 5 ટકાથી 12 ટકા જેટલું કરવામાં આવ્યું છે. જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

arun jaitely

જો કે સાથે જ તેવી આશા કરવામાં આવતી હતી કે આ જીએસટી બેઠકમાં પેટ્રોલ ડિઝલ મામલે પણ કંઇક નિર્ણય લેવામાં આવશે અને તેને પણ જીએસટી દરો સાથે જોડવામાં આવશે. પણ આ આશ ખગારી સાબિત થઇ હતી. વધુમાં જીએસટી ફાઇલિંગને લઇને આ બેઠકમાં વેપારીઓને કોઇ રાહત નથી મળી. જોકે મીડિયા સાથે વાતચીત કરતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આવનારી જીએસટી બેઠકમાં પેટ્રોલ ડિઝલ મામલે પણ ચર્ચા કરી જલ્દી આ અંગે નિર્ણય લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X