For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST ટેક્સ સ્લેબના દરમાં થશે વધારો! આમ જનતાના ખિસ્સા પર થશે અસર

વધતી જતી મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક ખરાબ સમાચાર છે. સરકાર જીએસટીના સૌથી નીચા સ્લેબ પર ટેક્સના દરમાં વધારો કરી શકે છે. GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં સૌથી નીચો ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારીને 8 ટકા કરી શકે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વધતી જતી મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક ખરાબ સમાચાર છે. સરકાર જીએસટીના સૌથી નીચા સ્લેબ પર ટેક્સના દરમાં વધારો કરી શકે છે. GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં સૌથી નીચો ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારીને 8 ટકા કરી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યોના નાણા મંત્રીઓની એક પેનલ આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. જેમાં સૌથી નીચો સ્લેબ વધારવા સહિતની આવક વધારવા માટે વિવિધ દરખાસ્તો આપવામાં આવી છે.

GST કાઉન્સિલ ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારી શકે છે 8 ટકા

GST કાઉન્સિલ ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારી શકે છે 8 ટકા

પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં સૌથી નીચો ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારીને 8 ટકા કરી શકે છે.

હાલમાં GSTનાચાર સ્લેબ છે જેમાં અનુક્રમે 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા ના દરે ટેક્સ વસૂલવામાં આવે છે.

આમાં એવી વસ્તુઓ પર સૌથી ઓછો ટેક્સ લગાવવામાં આવે છે,જેની સૌથી વધુ જરૂર હોય છે. સર્વોચ્ચ 28 ટકા સ્લેબથી ઉપરની લક્ઝરી અને સિન ગુડ્સ પર પણ સેસ વસૂલવામાં આવે છે.

બદલાઈ શકે છે ટેક્સ સ્લેબનું સ્તર

બદલાઈ શકે છે ટેક્સ સ્લેબનું સ્તર

એજન્સીએ જણાવ્યું છે કે, ટેક્સ સ્લેબ 5 ટકા થી વધારીને 8 ટકા કરવાથી વાર્ષિક 1.50 લાખ કરોડની આવક મેળવી શકાય છે. જો તેમાં એક ટકાનો વધારો કરવામાંઆવે તો વાર્ષિક રૂપિયા 50,000 કરોડની આવક થઈ શકે છે. આમાં મુખ્યત્વે પેકેજ્ડ ખોરાકનો સમાવેશ થાય છે.

આ સિવાય આ બેઠકમાં જીએસટીના સ્લેબને 3 લેવલબનાવવા માટે સૂચન કરવામાં આવી શકે છે. ત્રણ સ્તરીય ટેક્સ સ્લેબ જેમાં અનુક્રમે 8 ટકા, 18 ટકા અને 28 ટકાના દરો સુધારવામાં આવશે.

આ વસ્તુઓ સાથે સમાપ્ત થઈ શકે છે ડિસ્કાઉન્ટ

આ વસ્તુઓ સાથે સમાપ્ત થઈ શકે છે ડિસ્કાઉન્ટ

જો આ બેઠકમાં આ દરખાસ્ત પસાર થઈ જશે, તો માલ અને સેવાઓ (ગુડ્સ એન્ડ સર્વિસ) કે જેના પર હાલમાં 12 ટકા ટેક્સ લાગે છે તે 18 ટકા સ્લેબમાં જશે.

આસિવાય અલગ-અલગ ટેક્સ સ્લેબ હેઠળ અન્ય વસ્તુઓ પણ ઉમેરી શકાય છે. GSTમાંથી મુક્તિ અપાયેલી વસ્તુઓની સંખ્યા ઘટાડવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવીશકે છે.

હાલમાં બ્રાન્ડ વગરની અને પેક વગરની ખાદ્ય ચીજવસ્તુઓ અને ડેરી વસ્તુઓ GSTના દાયરાની બહાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર GST કાઉન્સિલનીબેઠક આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં યોજાઈ શકે છે.

English summary
GST tax slab rates will increase! Which will have a direct effect on the pocket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X