GSTનો અમલ 2014થી થશે : વડાપ્રધાન

વર્ષ 2007-08ના બજેટમાં પી. ચિદ્મ્બરમ દ્વારા જીએસટીની જાહેરાત કરવામાં આવી હતી અને તેને વર્ષ 2010માં લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સહમતી ન સધાતા જીએસટી અંગેના નિર્ણયો સતત મુલતવી રાખવામાં આવી રહ્યા છે. જીએસટી માટે રાજ્યો વચ્ચે સહમતી કરાવવી સરકાર માટે ખુબ મુશ્કેલભર્યું કામ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના મત પ્રમાણે જીએસટી માટે ચોકક્સ જરૃરી સંશોધનો કરવા જરૃરી છે અને જીએસટીના અમલથી દેશના ગ્રોથને ઘણી મદદ મળી શકે છે.
જીએસટી અંગે વડા પ્રધાનના આ ખુલાસાને જીએસટી માટે બનાવવામાં આવેલી એમ્પાવર્ડ કમિટી દ્વારા પણ વધાવવામાં આવ્યો છે. કમિટીના ચેરમેન સુશીલ મોદીના જણાવ્યા પ્રમાણે જીએસટી પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને કોઈ પણ સરકાર ચૂંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે ટેક્સ સુધારાના પગલા લઈ શકે નહીં.
વડા પ્રધાન મનમોહન સિંહે દેશના આર્થિક સુધારા વિશે જણાવ્યું છે કે, ભારતમાં હવે મંદી થોડા સમયની જ મહેમાન છે. ભારતનો પાયો મજબૂત છે અને દેશમાં આગામી ટૂંક સમયમાં ખૂબ ઝડપથી આઠ ટકા વિકાસદર જોવા મળશે. ઉદ્યોગ જગત દ્વારા યોજવામાં આવેલી લન્ચ મિટિંગમાં જાપાનના પ્રમુખ ઉદ્યોગપતિઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 2013-14માં દેશનો ઈકોનામી ગ્રોથ રેટ સુધરીને છ ટકાની સપાટીએ આવવાનો અંદાજ છે. દેશના ગ્રોથ રેટમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહનને લગતાં પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
