For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની 'મનપસંદ' બની ભારતીયોની મનપસંદ બ્રાન્ડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 ઓક્ટોબર : ગુજરાતમાં વડુંમથક ધરાવતી અને ગુજરાતની 'મનપસંદ' બ્રાન્ડ હવે ભારતીયોની મનપસંદ બ્રાન્ડ બની છે. ભારતની અગ્રણી ફ્રૂટ જ્યુસ કંપની 'મનપસંદ બેવરિજીઝ'ની એક બ્રાન્ડ પ્રોડક્ટ 'મેંગો સિપ' ભારતમાં ચોથા ક્રમની સૌથી વધુ વેચાતી પેકેજ્ડ મેંગો ફ્રૂટ જ્યુસ બ્રાન્ડ બની ગઇ છે.

વડોદરા સ્થિત આ ગુજરાતી કંપની હવે આ ક્ષેત્રની કોકાકોલા અને પેપ્સીકો જેવી દિગ્ગજ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને બીજી મોખરાની ભારતીય કંપનીઓને સીધી ટક્કર આપી રહી છે. હાલમાં ભારતનું પેકેજ્ડ ફ્રૂટ ડ્રિન્ક માર્કેટનું કદ રૂપિયા 5,000 કરોડનું હોવાનો અંદાજ છે અને આ બજાર અસાધારણ ગતિએ વિકસી રહ્યું છે.

મનપસંદ બેવરિજીઝ છેલ્લા એક દાયકાથી બેવરિજીઝ (પીણાં)ના કારોબારમાં સક્રિય છે. વિવિધ પ્રકારના 25 ઉત્પાદનોના જૂથ સાથે મનપસંદ બેવરિજીઝે બજારમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. મેંગો સિપ બ્રાન્ડ વિકાસ સાધીને ભારતમાં ચોથા ક્રમની સૌથી વિશાળ મેંગો ડ્રિંક બ્રાન્ડ બની ગઈ છે.

mango-sip

પોતાની મેંગો સિપ બ્રાન્ડની સફળતા વિશે મનપસંદ બેવરિજીઝ પ્રા. લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર સિંહે જણાવ્યું છે કે પેકેજ્ડ બેવરિજીસના બજારમાં વિશાળ તક રહેલી છે તેથી ભવિષ્યમાં મજબૂત વૃદ્ધિની અમને અપેક્ષા છે. લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો, બદલાઈ રહેલી જીવનશૈલી અને તેજીથી વધી રહેલો યુવા મધ્યમ વર્ગ જેવા પરિબળો આ બજારમાં વિકાસને ઉત્તેજન આપી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ભારતમાં માથાદીઠ વપરાશ અત્યંત નીચો છે અને આ પરિબળ બેવરિજ ઉદ્યોગની કંપનીઓને આ સેગમેન્ટમાં રહેલી વિશાળ વણસંતોષાયેલી સંભાવનાઓનો લાભ લેવાની તક પૂરી પાડે છે. ભારતના ગ્રાહકોમાં મેંગો જ્યુસ લોકપ્રિય છે અને તેને સૌથી વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં બેવરિજીઝ ઉદ્યોગ 35 ટકાથી 40 ટકાની વૃદ્ધિ દર્શાવે એવી સંભાવના છે. આગામી પાંચ વર્ષ દરમિયાન ફ્રૂટ ડ્રિંક ઉદ્યોગનું કદ બમણા કરતાં વધુ વધીને આશરે રૂપિયા 12,000 કરોડથી રૂપિયા 15,000 કરોડનું થશે એવી અમારી ધારણા છે.

ફ્રૂટ જ્યુસ આધારિત બેવરિજીઝનો માથાદીઠ વપરાશ જર્મનીમાં 45 લિટર, સ્વિટઝર્લેન્ડમાં 42.5 લિટર અને યુએસએમાં 39 લિટરનો છે જ્યારે ભારતમાં તે માથાદીઠ માત્ર 20 મિલીના સ્તરે છે. આ આંકડા દર્શાવે છે કે આપણે જો ફ્રૂટ જ્યુસને વધુ વ્યાપકપણે અને પોસાઈ શકે એવી રીતે ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય વ્યૂહરચનાઓ ઘડી કાઢીએ તો કારોબારની દ્રષ્ટિએ આપણી સમક્ષ વિશાળ તક રહેલી છે. ભારતના બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં લોકોનું વધી રહેલું આગમન આ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપશે.

ભારતના બીજા સ્તરના અને અર્ધ-ગ્રામીણ તથા ગ્રામીણ બજારોમાં મનપસંદ બેવરિજીઝ ખૂબ મજબૂત સ્થિતિ ધરાવે છે. મનપસંદ બેવરિજ બ્રાન્ડ્સ 2,00,000 કરતાં વધુ રિટેલરો, 2,000 કરતાં વધુ વિતરકો અને 200 કરતાં વધારે સુપર સ્ટોકિસ્ટ્સ મારફતે 20 કરતાં વધુ રાજ્યોમાં ઉપસ્થિત છે. કંપનીની ઉત્પાદન સુવિધાઓ ગુજરાતના વડોદરા, ઉત્તર પ્રદેશના વારાણસી અને ઉત્તરાંચલના દહેરાદૂનમાં આવેલી છે.

English summary
Gujarat's Company Manpasand stands 4th in mango drink segment in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X