For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDI આકર્ષવા ગુજરાત વિદેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 જુલાઇ : ગુજરાત સરકારે વિદેશો જેવા કે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોમાંથી રોકાણને સીધે સીધું આકર્ષવા અને રાજ્યમો વિદેશી રોકાણકારોને વધારવા માટે સ્વતંત્ર રીતે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતના કોઇ પણ રાજ્ય દ્વારા રોકાણને આકર્ષવા માટેનો આ નવીન અને સૌપ્રથમ પ્રયાસ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત આ દેશોમાં રહેતા રોકાણકારો માટે કાયમી ધોરણે આ સુવિધા ઉભી કરવા જઇ રહ્યું છે. રાજ્ય સરકારને આશા છે કે આ પગલાથી રાજ્યમાં સીધા વિદેશી મૂડીરોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ - FDI)ને આકર્ષી શકાશે.

saurabh-patel

આ અંગે રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે 'અમે મહત્વના દેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ માટે ગુજરાત સરકાર પોતાના ખર્ચે એટલે કે સ્વતંત્ર રીતે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે.'

પટેલે જણાવ્યું કે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરવાનો પ્રથમ હેતુ ગુજરાતમાં બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવનારા રોકાણકારોને માટે સીધી અને સરળ રીતે તમામ જરૂરી માહિતી પૂરી પાડવાનો છે. પ્રારંભિક તબક્કે ઇન્ટરનેશનલ ડેસ્ક અમેરિકા, સિંગાપોર, જાપાન, કેનેડા અને ચીનમાં શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગુજરાત અને અન્ય રાજ્યોને વિદેશમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરી રોકાણ આકર્ષવાની દરખાસ્ત મોકલી હતી. પોતાના ચૂંટણી ભાષણોમાં નરેન્દ્ર મોદીએ આ વાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું પણ હતું કે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.

English summary
Gujarat to set up international desks overseas to attract direct FDI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X