• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત : WTC, ગિફ્ટ સિટી અને ગેસીયા વચ્ચે વ્યુહાત્મક કરાર

|

અમદાવાદ, 30 ડિસેમ્બર : ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી - GIFT City) ખાતે નિર્માણ પામી રહેલાં ગુજરાતના સૌપ્રથમ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબલ્યુટીસી- WTC)ની શાખા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઇન્ડિયન સર્વિસિસની શાખા વર્બાઈન્ડ સાથે મળીને ગિફ્ટ સિટીએ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રિઝ એસોસેયિશન (ગેસીયા) સાથે વ્યૂહાત્મક સમજૂતી કરી છે.

આ વ્યૂહાત્મક સમજૂતી દ્વારા ગેસીયાના સભ્યો ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એસએમઇ)ને આંતરરાષ્ટ્રીય જોડાણ દ્વારા ટેકનોલોજી એડપ્ટેશન અને ટ્રાન્સફર સહિતની ડબલ્યુટીસીની સેવાઓના લાભ મળશે. ગેસીયાએ ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર ઉદ્યોગ સંબંધિત સમાન મુદ્દાઓ અંગે ચર્ચા અને ઉકેલ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યારે કે ડબલ્યુટીસી આંતરિક અને બાહ્ય વેપાર, કારોબાર અને રોકાણને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

"ગુજરાત ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) માટેનું ઉભરતું કેન્દ્ર છે અને ગેસીયા તેના સભ્યોને પોતાના કારોબારને વિસ્તારવા માટે તક પૂરી પાડે છે. આ કરાર વડે ડબલ્યુટીસી વૈશ્વિક બજારોમાં પ્રવેશ મેળવવા અંગે ગેસીયાના સભ્યોને સહકાર આપશે તેમજ રોકાણ કરવા માટે ગેસીયા સાથે મળીને કામ કરશે અને નેટવર્કિંગની તકો સુનિશ્ચિત કરશે. કારોબારી જોડાણની સાથે-સાથે ડબલ્યુટીસી તેમના માનવ વિકાસની સેવાઓ મારફતે કૌશલ્ય વિકાસ અને તાલીમ વર્કશોપ માટે પણ મદદ કરશે, જેથી તેમની સ્પર્ધાત્મકતામાં વધારો કરી શકાય." તેમ ડબલ્યુટીસીઆઇએસના ડિરેક્ટર ખૈર ઉલ નિસ્સાએ જણાવ્યું હતું.

gesia-1

ગેસીયાના પ્રેસિડેન્ટ જય રૂપારેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં આઇસીટી ઉદ્યોગના વિકાસ માટે યોગ્ય ઇકો સિસ્ટમ તૈયાર કરવા બાબતે ડબલ્યુટીસી સાથે સમજૂતી કરવા અંગે ગેસીયા આનંદ અનુભવે છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'ડિજિટલ ઇન્ડિયા' ઉપર ધ્યાન આપવા સાથે ભારતમાં આઇસીટી ઉદ્યોગ નોંધપાત્ર બદલાવ તરફ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ઉદ્યોગ સાહસિકો તેમજ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે આ તકનો લાભ લેવા માટે યોગ્ય માહોલ સર્જવાની પહેલ કરનારા રાજ્યો પૈકીનું એક બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે."

રૂપારેલે માહિતી આપી હતી કે ગેસીયા લગભગ બે દશકથી ગુજરાતની લગભગ 500 આઇસીટી અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. તેના સભ્યો ડબલ્યુટીસી સાથે મળીને કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકો અને એસએમઇને ધિરાણ, ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા, સંશોધન અને સંયુક્ત પ્રોડક્ટ વિકાસ, આંતરરાષ્ટ્રીય ખરીદદાર-વેચનારની બેઠક વગેરે જેવા ક્ષેત્રોમાં કામ કરશે.

નોંધનીય છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઇન્ડિયા સર્વિસિસ એટલે કે વર્બાઈન્ડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ એસોસિયેશન કમર્શિયલ પ્રોપર્ટી ડેવલપર્સ, ઇકનોમિક ડેવલપમેન્ટ એજન્સીઝ અને ઇન્ટરનેશનલ બિઝનેસિસ માટે વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન આપે છે, જેઓ વૈશ્વિક સ્તરે જોડાણ વધારવા ઇચ્છતા હોય અને સ્થાનિક સ્તરે વધુ સમૃદ્ધ બનવા માગતા હોય.

ડબલ્યુટીસી વિશ્વના 100 દેશોમાં 330 શહેરોમાં કાર્યરત છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઇન્ડિયા સર્વિસ કાઉન્સિલ તેની વર્બાઈન્ડ બ્રાન્ડ સ્વરુપે ભારતમાં ઉપસ્થિત છે. ડબલ્યુટીસીઆઇએસ તેની પ્રતિષ્ઠિત બ્રાન્ડ હેઠળ વૈશ્વિક જોડાણો, પ્રતિકાત્મક કાર્યપદ્ધતિ અને સંકલિત વેપાર સેવાઓ યુક્ત આંતરરાષ્ટ્રીય ઇકોસિસ્ટમ તરીકે ભારતમાં વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવામાં કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે ગેસીયા બિનનફાકારક, ઉદ્યોગજગતમાં અગ્રણી અને ઉદ્યોગ-સંચાલિત સંગઠન છે. ગેસીયા ગુજરાતમાં આઈસીટી ઉદ્યોગનું એકમાત્ર મધ્યસ્થ પ્રતિનિધિ સંગઠન છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં 370થી વધુ સભ્યો ધરાવે છે. ગેસીયા ગુજરાતમાં સોફ્ટવેર, બીપીઓ-કેપીઓ, ટેલિકોમ-આઈએસપી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના પ્રમોશન માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં કામ કરે છે. એક રાજ્ય સ્તરની સંસ્થા તરીકે તે તેના સભ્યો, વ્યવસાયિકો અને સરકારી અધિકારીઓ સાથે સમાન સમસ્યાઓ અને નેટવર્કિંગ માટે ચર્ચા અને નિવારણ માટેનું એક માન્યતાપ્રાપ્ત પ્લેટફોર્મ પુરું પાડે છે.

English summary
Gujarat : WTC and GIFT City enters into strategic agreement with GESIA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more