12 મેથી ચાલુ થતી ટ્રેનોનુ બુકિંગ આજથી શરૂ, જાણો રૂટ, સમય અને ભાડુ
ભારતીય રેલવેએ દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને મોટી રાહત આપી છે. ઈન્ડિયન રેલવે આજથી ટ્રેન ટિકિટ બુકિંગ શરુ કરશે. મંગળવારથી રાજધીની દિલ્લીથી 15 સ્પેેશિયલ ટ્રેન ચાલશે અને આ ટ્રેનો માટે આજે સાંજે 4 વાગ્યાથી ઑનલાઈન ટિકિટ બુકિંગ હશે. બુકિંગ અત્યારે માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી જ થશે. રવિવારે જ રેલવેએ ઘોષણા કરીને જણાવ્યુ હતુ કે 12 મે, 2020થી અમુક મુખ્ય શહેરોમાં યાત્રી રેલગાડીઓનુ સંચાલન ફરીથી શરૂ કરવામાં આવશે. જો કે આ દરમિયાન ભારતીય રેલવેએ કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને યાત્રાના ઈચ્છુક લોકો માટે અમુક નિયમો નક્કી કર્યા છે જેનુ પાલન કરવુ અનિવાર્ય હશે.

12 મેથી શરૂ થતી ટ્રેનોની યાદી
- નવી દિલ્લીથી દિબ્રુગઢ
- નવી દિલ્લીથી અગરતલા
- નવી દિલ્લીથી હાવડા
- નવી દિલ્લીથી પટના
- નવી દિલ્લીથી બિલાસપુર
- નવી દિલ્લીથી રાંચી
- નવી દિલ્લીથી ભુવનેશ્વર
- નવી દિલ્લીથી સિકંદરાબાદ
- નવી દિલ્લીથી બેંગલુરુ
- નવી દિલ્લીથી ચેન્નઈ
- નવી દિલ્લીથી તિરુવનંતપુરમ
- નવી દિલ્લીથી મડગાંવ
- નવી દિલ્લીથી઼ મુંબઈ સેન્ટ્રલ
- નવી દિલ્લીથી અમદાવાદ
- નવી દિલ્લીથી જમ્મુતાવી

જારી થયુ શિડુયુલ, બંધ રહેશે રેલવે કાઉન્ટર
કોઈ પણ ટ્રેન બુકિંગ રેલવે કાઉન્ટરથી નહિ થાય. મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તે ઉતાવળમાં મુસાફરીનો નિર્ણય ના લે. આઈઆરસીટીવીની વેબસાઈટ અથવા તેની એપ દ્વારા કન્ફર્મ ટિકિટ થવ પર જ રેલવે સ્ટેશન પહોંચે. એ મુસાફરોને જ પ્લેટફોર્મ સુધી જવાની અનુમતિ હશે જેમની ટિકિટ કન્ફર્મ છે. આ દરમિયા મુસાફરો માટે માસ્ક પહેરવુ અનિવાર્ય હશે. મુસાફરોને પ્લેટફોર્મ પર પ્રવેશ કરતી વખતે તપાસમાંથી પસાર થવુ પડશે. મુસાફરો પાસેથી સામાન્ય ભાડુ વસૂુલવામાં આવશે.

અનિશ્ચિત કાળ માટે રેલવેનુ સંચાલન રોકવામાં આવ્યુ હતુ
ભારતીય રેલવેના ઈતિહાસમાં આવુ પહેલી વાર થયુ છે જ્યારે આખા દેશમાં ટ્રેનોના પરિચાલનને મહામારીના કારણે અનિશ્ચિત કાળ માટે રોકી દેવામાં આવ્યુ. જો કે કોરોના સંકટ વચ્ચે હવે રેલવેએ પોતાના સંચાલનને ધીમે ધીમે ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

સ્પેશિયલ ટ્રેનનુ ભાડુ કેટલુ છે?
આ સ્પેશિયલ ટ્રેનોમાં રાજધાનીને સમાન જ ભાડુ હશે કારણકે બધી ટ્રેનો માત્ર એસી કોચ જ હશે, જ્યારે મજૂરો, કામગારો અને અન્ય જરૂરિયાતમંદોએ ચિંતા કરવાની જરૂર નથી. રેલવેએ સ્પષ્ટ કર્યુ છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પહેલાની જેમ ચાલતી રહેશે અને મજૂરોને ભાડુ લીધા વિના જ તેમના નિશ્ચિત સ્થળ સુધી પહોંચાડવામાં આવશે.

પેન્ટ્રી કારની સુવિધા નહિ
સ્પેશિયલ ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા નહિ હોય. ગંતવ્ય સુધી જલ્દી પહોંચવા અને અવ્યવસ્થાથી બચવા માટે આ ટ્રેનો માત્ર સીમિત સ્ટેશનો પર જ રોકાશે. મુસાફરોએ સોશિયલ ડિસ્ટિંસીંગ જાળવી રાખવુ પડશે અને લૉકડાઉનના નિયમોનુ પાલન કરવુ પડશે. સાથે જ મુસાફરોએ પોતાનો ચહેરો ઢાંકવો અનિવાર્ય હશે અને પ્રસ્થાન સમયે સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે. ટ્રેનમાં માત્ર મુસાફરોને જ ચડવાની અનુમતિ હશે, તેમને છોડવા આવનારા સ્ટેશનની બહાર જ રહેશે.
આ પણ વાંચોઃ એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી