For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક પેકેજ લઈને આવ્યાં નાણામંત્રી, જાણો કયા સેક્ટરને કેટલા કરોડ મળ્યા

આર્થિક પેકેજ લઈને આવ્યાં નાણામંત્રી, જાણો કયા સેક્ટરને કેટલા કરોડ મળ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગતરોજ સાંજે 8 વાગ્યે પીએમ મોદીએ દ્વારા લૉકડાઉનની આર્થિક હાલાત સુધારવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કર્યું હતું. જેને લઈ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. નાણઆ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ વિસ્તૃત દ્રષ્ટિકોણ આપ્યો છે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પહેલ કરી છે. તેમણે કહ્યું કે કાલે પીએમનું આર્થિક પેકેજનું એલાન તમે સાંભળ્યું, સમાજના કેટલાય સેક્શન, કેટલાય મંત્રાલય અને વિભાગો વચચે ચર્ચા બાદ આ પેકેજ પર ફેસલો લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે કેટલાય વિભાગો, મંત્રાલયો ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી ખુદ પર ચર્ચામાં સામેલ રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે સમાજના કેટલાય વર્ગો સાથે વાતચીત કરી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.

nirmala sitharaman

MSMEs માટે આ જાહેરાત થઈ

  • MSME માટે ત્રણ લાખ કરોડનું એલાન, આના માટે છ પગલાં ઉઠાવવામાં આવ્યાં છે.
  • MSME માટે ગેરેન્ટી વિના 3 લાખ કરોડની લૉનનું પ્રાવધાન.
  • આનાથી 45 લાખ MSME એકમોને લાભ મળશે.
  • સંકટમાં ફસાયેલા 2 લાખ MSMEsને લૉન માટે 20 હજાર કરોડ રૂપિયા.
  • MSMEને એક વર્ષ સુધી EMI ચૂકવવામાંથી રાહત મળી.
  • જે MSMEનું ટર્નઑવર 100 કરોડ છે તે 25 કરોડ સુધી લૉન ઈ શકે છે.
  • જે લૉન લેવામાં આવી છે તેને 4 વર્ષમાં ચૂકવવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની પરિભાષા બદલાઈ ગઈ છે, તેમાં રોકાણની લિમિટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વધુ રોકાણવાળઈ કંપનીઓને એમએસએમઈના વિસ્તારમાં જ રાખવામાં આવશે. પહેલા માત્ર રોકાણના આધારે નક્કી કરવામાં આવતું હતું જે હવે ટર્નઓવરના આધારે પણ એમએસએમઈની પરિભાષા નક્કી કરાશે. 25 હજાર સુધીના રોકાણને માઈક્રો યૂનિટ માનવામાં આવતા હતા જે હવે 1 કરો સુધાના થઈ શકે છે, તમારું ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય તો પણ તમે માઈક્રો યૂનિટની અંદર આવશો. નાણઆ મત્રીએ જણાવ્યું કે ફંડ ઑફ ફંડ્સ દ્વારા 50 હજાર કરોડની ઈક્વિટી ઈન્ફ્યૂઝન કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 18000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને રિફંડ આપવામાં આવ્યા છે. 14 લાખ ટેક્સપેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે.

પીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનોપીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનો

અન્ય કેટલીક મહત્વની જાહેરાતો

  • 200 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદીમાં ગ્લોબલ ટેન્ડર નહિ મંગાવાય, માત્ર દેશી કંપનીઓને જ આ ટેન્ડર મળશે.
  • ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે ઈપીએફ સહાયતા આપવામા આવશે. 3.67 લાખ પ્રતિષ્ઠાનો અને 72.22 લાખ કર્મચારીઓને મદદ મળશે.
  • 90 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન વિજળી વિરણ કંપનીઓ માટે કરવામાં આવ્યું છે.
  • 15 હજારથી ઓછા પગારવાળાનું EPF સરકાર આપશે, 72 લાખ કર્મચારીઓને ફાયદો થશે.
  • ત્રણ મહિનાના ઈપીએફ માટે સરકારે 2500 કરોડ આપશે.

TDS રેટ્સ

  • ટીડીએસ રેટ્સમાં 25 ટકાની કટૌતી કરવામાં આવી છે. જેનાથી 50 હજાર કરોડ રૂપિયાનો લાભ સામાન્ય જનતાને મળશે.
  • TDS તથા TCS કટૌતીના દરને માર્ચ 2021 સુધી ઘટાડી દેવાયું છે.

ઈનકમ ટેક્સ રિટર્ન

ઈનકમ ટેક્સ રિટર્ન માટે જે ડેટ હતી તેને ત્રણ મહિના વધારી 30 નવેમ્બર સુધી કરવામાં આવ્યી.

રિયલ એસ્ટેટ માટે શું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોવિ-19નો પ્રભાવ આપણા રિયલ એસ્ટેટ પર પણ પડ્યો છે. આના માટે શહેરી વિકાસ મંત્રાલય રાજ્યની સરકારોને એડવાઈઝરી જાહેર કરશે કે રજિસ્ટ્રેશન અને કંપ્લીશન ડેટને છ મહિના માટે આગળ વધારી દેવામાં આવે. કંસ્ટ્રક્શન કંપનીઓને છ મહિનાની રાહત.

English summary
highlights of nirmala sitharaman's press conference on 20 lakh crore package.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X