For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ સમયે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આજે બેંક રેટમાં બદલાવ કર્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફન્સ કરી રેપો રેટમાં 40 અંકોની કમીનું એલાન કર્યું છે. આની સાથે જ રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. જ્યારે રિવર્સ રેપો રેટના દરમાં પણ કમી આવી છે. રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા કરી દેવામાં આવ્યો છે.

shaktikant das

શક્તિકાં દાસની પ્રેસ કોન્ફરન્સની હાઈલાઈટ્સ

  • રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો.
  • વ્યાજદરમાં વધુ 0.40 ટકાનો ઘટાડો નોંધાયો.
  • રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યા.
  • રીવરસ રેપો રેટ ઘટીને હવે 3.45 ટકા થયો.
  • આ અઠવાડિયે MPCની મહતવની બેઠક મળી હતી, જેમાં 6માંથી 5 સભ્યોએ વ્યાજદર ઘટાડવાની તરફેણ કરી હતી.
  • સપ્લાય ચેઈન તૂટતા ફરી ખાદ્ય મોંઘવારી દર એપ્રિલમાં વધ્યો
  • ભારતનું ફોરેક્સ રીઝર્વ 487 અબજ ડોલરના લેવલે છે
  • માર્ચમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન 17% ઘટ્યું છે
  • માર્ચમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન 17% ઘટ્યું છે
  • 2020ના પ્રથમ છ માસમાં મોંઘવારી વધશે
  • બીજા છ માસમાં ફુગાવો કાબૂમાં આવશે
  • નાણાંકીય વર્ષના Q3, Q4માં CPI 4%થી નીચે રહેશે
  • ભારતનો વિકાસ દર નકારાત્મક થવાની RBIને આશંકા
  • ખાનગી ખર્ચ સૌથી મોટો ચિંતાનો વિષય
  • EXIM બેંક માટે વિદેશી લિક્વિડિટીને પહોંચી વળવા નાણાંકીય સહાય
  • EXIM બેંક માટે 50,000 કરોડની 90 દિવસની લિક્વિડિટી વિન્ડો
  • 1 વર્ષ સુધી રોલઓવર થઈ શકે છે
  • લોન ચૂકવવા માટે RBIએ વધુ 3 માસનો સમય આપ્યો
  • અગાઉના લોન મોરેટોરિયમને વધુ 3 માસ એટલેકે કુલ 6 માસ માટે લંબાવ્યું
  • લોનનું વ્યાજ ચૂકવવા માટે હવે 31મી માર્ચ, 2021 સુધીનો સમય આપ્યો

Gold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવGold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવ

English summary
highlights of RBI Governor's PC, Repo rate cut to 4 percent from 4.4
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X