Hindenburg Research Report : કેટલી સંપતિની માલિક છે અદાણી સાથે કૌભાંડમાં સામેલ માધવી બુચ?
Hindenburg Research Report: હિંડનબર્ગે તેના લેટેસ્ટ રિપોર્ટમાં ગૌતમ અદાણીની અદાણી ગ્રુપ અને સેબીની ચેરમેન માધવી બુચની સાંઠગાંઠનો મોટો ખુલાસો કર્યો છે.
હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિરુદ્ધ જારી કરેલા રિપોર્ટમાં સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પુરી બુચ પર વ્હીસલબ્લોઅર દસ્તાવેજોને ટાંકીને મોટો આરોપ લગાવ્યો છે.

હિંડનબર્ગે તેના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે સેબીના ચેરપર્સન માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચનો ઓફશોર કંપનીઓમાં હિસ્સો છે, જે અદાણી ગ્રુપની નાણાકીય અનિયમિતતાઓ સાથે જોડાયેલી હતી.
સેબીના ચેરપર્સન માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચે હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે. એક સંયુક્ત નિવેદનમાં માધબી બુચ અને તેના પતિએ કહ્યું કે, 10 ઓગસ્ટ 2024 ના હિન્ડેનબર્ગ રિપોર્ટમાં અમારી સામે કરવામાં આવેલા આરોપો પર અમે કહેવા માંગીએ છીએ કે અમે પાયાવિહોણા આરોપોને રદિયો આપીએ છીએ. આ આક્ષેપોમાં કોઈ સત્ય નથી.
આ આરોપો બાદ સેબીની ચેરમેન માધવી બુચ અને તેના પતિ સંપતિને લઈને વિવાદમાં આવી ગયા છે. આ કપલ પર બેફામ રીતે બેનંબરી સંપતિ એકઠી કરવાનો આરોપ લાગી રહ્યો છે.
માધવી પુરી બુચ અને ધવલ પુરી બુચની કુલ સંપતિ
અહેવાલો અનુસાર, માધબી પુરી બુચ અને ધવલ બુચ 10 મિલિયન ડોલરની સંપતિના માલિક છે. ભારતીય રૂપિયામાં અંદાજે 83 કરોડ રૂપિયાની સંપતિ થાય છે.
કહેવામાં આવે છે કે તેમનો રોકાણનો સ્ત્રોત તેમને મળતો પગાર છે. માધબી બુચને એપ્રિલ 2017માં સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો પછી નાના પગારમાંથી આટલી સંપતિ કેવી રીતે એકઠી કરી લીધી?
માધબી બુચને સેબીના પૂર્ણ સમયના સભ્ય બનાવવામાં આવ્યા ત્યારે દર મહિને 375,000 નો પગાર આપવામાં આવ્યો હતો. અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબી ચીફનો પગાર સાડા ત્રણ લાખની આસપાસ છે.
www.sebi.gov.in ની વેબસાઈટ પર માધબી પુરી બેચનો કુલ પગાર 3,19,500.00 લખાયેલ છે. તેમનો વાર્ષિક પગાર 36 થી 40 લાખ રૂપિયાની આસપાસ છે.
આ સ્થિતીમાં સવાલ ઉઠી રહ્યાં છે કે પગારની સંપતિમાંથી કેવી રીતે કરોડો રૂપિયાની સંપતિ એકઠી કરી લીધી? ધણા લોકો હવે તપાસની માંગ ઉઠાવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
