For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડા માર્કેટમાંથી પાંચ લાખ કાર પાછી ખેંચશે

|
Google Oneindia Gujarati News

honda-car
ટોકિયો, 8 ઑક્ટોબર : જાપાનની અગ્રણી કાર નિર્માતા કંપની હોંડા મોટર્સ કોર્પોરેશને લગભગ પાંચ લાખ કાર માર્કેટમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે કારમાં પાવર વિંડો સ્વીચમાં જોવા મળેલી ગરબડને પગલે તે કાર પાછી ખેંચી રહી છે.

સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ પ્રમાણે હોન્ડા અમેરિકા અને યુરોપમાં વેચવામાં આવેલી અંદાજે 4,89,000 સીઆર - વીએસ કારને પાછી ખેંચશે. આ અંગે જણાવવામાં આવ્યું છે કે વરસાદનું પાણી કાર ચાલક પાસેની દરવાજેથી કારની અંદરની પાવર વિંડો સ્વીચમાં જઇ શકે છે. જેના કારણે સ્વીચ ગરમ થઇને આગ પકડી શકે છે.

આ મુદ્દે હોન્ડાના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની યુરોપમાંથી 2,20,000 અને અમેરિકામાંથી 2,68,000 તથા આફ્રિકાથી 100 કાર પાછી ખેંચશે. આ તમામ કાર વર્ષ 2002થી 2006ની વચ્ચે બનાવવામાં આવી હતી. કંપનીએ આમ કરવા પાછળ કેટલો ખર્ચ થશે એ અંગે કોઇ માહિતી આપી નથી. આ અગાઉ કંપનીએ પહેલી ઑક્ટોબરના રોજ ઉત્તર અમેરિકામાંથી 6,03,000 એકૉર્ડને પાછી ખેંચી હતી.

English summary
Honda to withdrawn five lakhs cars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X