કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે? જાણો

Posted By:
Subscribe to Oneindia News

પેટ્રોલ વિના આપણા અનેક કામ અટકી પડે છે. કારણ કે કોઇ પણ કામે જવા માટે સામાન્ય રીતે આપણે કાર, સ્કૂટર કે બાઇક જ લઇને ઉપડીએ છીએ. હાલ મુંબઇમાં પેટ્રોલની કિંમત 77.50 રૂપિયા પ્રતિ લીટર છે. પણ શું તમને ખબર છે કે ખરેખરમાં પેટ્રોલ આપણને કેટલા ભાવે મળે છે. 29.54 રૂપિયા પ્રતિ લીટર મળતા પેટ્રોલની કિંમત 40 રૂપિયાથી વધુ ટેક્સ લેવામાં આવે છે. અને તે કંઇ આજથી નહીં વર્ષોથી ચાલી આવી રહેલી પ્રથા છે. સરકાર પેટ્રોલ પર મોટા પ્રમાણમાં ટેક્સ લગાવે છે. ત્યારે બીજી વાર જ્યારે તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાવ તે પહેલા આ ખબર જરૂરથી વાંચજો. આખરે તમને પણ ખબર હોવી જોઇએ કે તમે કઇ કઇ જગ્યાએ ટેક્સ આપો છો અને કેમ? તો વિગતવાર વાંચો અહીં...

Read also: આ 8 વેબસાઇટ ચોરાવે તમારો આધાર ડેટા, જાણો!

29.54 રૂપિયા પેટ્રોલ

29.54 રૂપિયા પેટ્રોલ

હાલના સમયે ડોલર એક્સચેન્જ રેટ અને કાચા તેલની કિંમતોને ધ્યાનમાં રાખતા તેલ કંપનીઓ 29.54 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે તેલ ખરીદી છે. એટલે કે પેટ્રોલની સામાન્ય રીતે કિંમત 29.54 રૂપિયા છે. પણ 153 ટકા એટલે કે 47.96 રૂપિયા તેની પર ટેક્સ લગાવવામાં આવે છે. જેના લીધે તેની કિંમત વધીને 77.50 રૂપિયા થઇ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને પેટ્રોલ પર કુલ 153 ટકા ટેક્સ વસૂલે છે.

કેવો ટેક્સ?

કેવો ટેક્સ?

તેલ કંપનીઓ ઓઇલ રિફાઇનરીઝથી ખાલી 26.86 રૂપિયા તેલ ખરીદે છે. આ તેલની માર્કેટિંગમાં તેલ કંપનીઓ પ્રતિ લીટરના હિસાબે 2.68 રૂપિયા ખર્ચ આને છે. આમ તેલની કુલ કિંમત 29.54 રૂપિયા પ્રતિ લિટર થાય છે. તે પછી આવે છે કેન્દ્રીય ઉત્પાદન ફી, જે પ્રતિ લીટર 21.48 રૂપિયા હોય છે.

આ ટેક્સ પણ લાગે છે!

આ ટેક્સ પણ લાગે છે!

ઉત્પાદન ફી પછી પેટ્રોલ પર જે તે રાજ્ય મુજબ કરવેરો લાગે છે મુંબઇમાં આ માટે 1.10 રૂપિયાનો કરવેરો પ્રતિ લીટર લગાવવામાં આવે છે. .જે પછી પેટ્રોલની કુલ કિંમત 52.32 રૂપિયા થાય છે. તે પછી તે પર વેટ લાગે છે. જે 26 ટકા છે. આ સિવાય 9 રૂપિયા ટેક્સ પણ પ્રતિ લીટર લગાવવામાં આવે છે. વળી આ તમામ પછી પ્રતિ લીટર ડિલરનું કમિશન 2.58 રૂપિયા લેવામાં આવે છે. આ રીતે મુંબઇમાં એક લીટર તેલની કિંમત વધીને 77.50 રૂપિયા થઇ જાય છે.

અન્ય દેશોમાં શું થાય છે?

અન્ય દેશોમાં શું થાય છે?

જ્યાં એક તરફ મુંબઇમાં 77.50 રૂપિયા અને દિલ્હીમાં 68.26 પ્રતિ લીટર કિંમત લગાવવામાં આવે છે. ત્યાં જ પડોશી દેશોમાં પણ પેટ્રોલની કિંમત અલગ અલગ છે. પાકિસ્તાનમાં પેટ્રોલ 43.68 રૂપિયા પ્રતિ લીટર મળે છે. શ્રીલંકામાં તેની કિંમત 50.95 રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળમાં 64.24 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળે છે. બાંગ્લાદેશમાં 70.82 પ્રતિ લીટર પેટ્રોલ વેચાઇ રહ્યું છે. આમ દેશ મુજબ અલગ અલગ કરવેરા હેઠળ પેટ્રોલની કિંમત અલગ અલગ થાય છે.

વેપાર સમાચારમાં વધુ વાંચો :

વેપાર સમાચારમાં વધુ વાંચો :

1 મેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડિવેલપમેન્ટ એક્ટ લાગુ થવાનો છે. આ એક્ટના લાગુ થવાથી ગ્રાહક તરીકે ઘર ખરીદવા તમને મળશે આ ફાયદાઓ. આ અંગે વિગતવાર વાંચવા અહીં ક્લિક કરો.

English summary
How 29.54 rupees per liter petrol cost you 77.50 rupees per liter.
Please Wait while comments are loading...