For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ્ડ કોલ અને SMS દ્વારા આ રીતે લો PF વિશેની માહિતી, આ છે નંબર

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) માં ઉપલબ્ધ માહિતીની જાણકારી તમારા નોંધાવેલા મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરી લઇ શકો છો.

|
Google Oneindia Gujarati News

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પોર્ટલ પર કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ના સભ્યોને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) માં ઉપલબ્ધ માહિતીની જાણકારી તમારા નોંધાવેલા મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરી લઇ શકો છો. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (PF) ની માહિતી મિસ્ડ કોલથી (PF balance through missed call) આપવાની આ સુવિધા શરૂ થઈ ચૂકી છે. મિસડ કોલ પછી આવતી માહિતી પીએફ કોન્ટ્રીબ્યુશન (PF Contribution) અને પીએફ બેલેન્સ (PF Balance) ઉપરાંત કેવાયસીની માહિતી જાહેર કરશે. સ્માર્ટફોન વિના લોકો આ સુવિધાનો લાભ પણ લઈ શકે છે.

આ પણ વાંચો: આ છે કંપની, રજાઓની જગ્યાએ રિટાયરમેન્ટમાં આપ્યા 21 કરોડ રૂપિયા

મંત્રાલયે આપી જાણકારી

મંત્રાલયે આપી જાણકારી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યા મુજબ, જો એકાઉન્ટ હોલ્ડરનું યૂએએન (UAN) કોઈ પણ એક બેંક ખાતા, આધાર અને પાન કાર્ડ (PAN) સાથે જોડાયેલ હોય, તો તે સભ્ય તેના અંતિમ ફાળો અને પ્રોવિડન્ટ ફંડ ખાતાની વિગતો મિસ્ડ કોલ (PF balance through missed call) દ્વારા લઇ શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે, સભ્યને યુનિફાઇડ પોર્ટલમાં યૂએએન (UAN) એક્ટિવ હોવું આવશ્યક છે.

કેવી રીતે કામ કરશે સુવિધા

કેવી રીતે કામ કરશે સુવિધા

મંત્રાલય અનુસાર 011-22901406 પર રજીસ્ટર મોબાઇલ ફોન નંબરથી મિસ્ડ કોલ કરવા પર 2 વખત કોલ જશે અને તે આપમેળે કટ થઇ જશે. આ સેવા સભ્ય માટે મફત ઉપલબ્ધ છે. સ્માર્ટફોન સિવાયના ફોનથી પણ આ સેવાઓનો લાભ ઉઠાવી શકાય છે. પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (Provident fund account) અને અંતિમ ચૂકવણી વિગતો માટે મિસ્ડ કૉલ (PF balance through missed call) અને એસએમએસ (SMS) થી જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા ઉમંગ એપ (Umang App for Online pf withdrawal) પર પણ ઉપલબ્ધ છે.

SMS દ્વારા પણ સુવિધા લઇ શકો છો

SMS દ્વારા પણ સુવિધા લઇ શકો છો

આ ઉપરાંત, યુએએન (UAN) ના સક્રિય સભ્યો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર એસએમએસ (SMS) મોકલી અને ઇપીએફઓ (EPFO) પાસે ઉપલબ્ધ બચત અને નવીનતમ પીએફ યોગદાન વિશેની માહિતી મેળવી શકે છે. 'EPFOHO UAN' લખીને સભ્યોએ 7738299899 પર એસએમએસ મોકલવો પડશે. જો કોઈ આ માહિતી તેલુગુમાં માંગે છે, તો તેને 'EPFOHO UAN TEL' લખવું પડશે અને તેને 7738299899 પર મોકલવું પડશે. તેવી જ રીતે, અન્ય ભાષાઓ માટે અંતમાં ત્રણ અક્ષરો અંગ્રેજીમાં લખવું આવશ્યક છે.

10 ભાષાઓમાં સુવિધા ઉપલબ્ધ

10 ભાષાઓમાં સુવિધા ઉપલબ્ધ

આ સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી શામેલ છે.

English summary
How know the pf balance through missed call and sms How to check EPF Balance Online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X