For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?

|
Google Oneindia Gujarati News

હેલ્થ ઇન્શ્યોરન્સ આપના મેડિકલ ખર્ચાને કવર કરતું હોવાને કારણે તે જરૂરિયાત બની ગયું છે. આપે આપની જરૂરિયાત અનુસાર હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી કરવી જોઇએ. હેલ્થ ઇન્શ્યોરન્સને કારણે આપણે હોસ્પિટલમાં દાખલ થવાનો અચાનક ખર્ચ કે આપડા ખિસ્સામાંથી મોટી રકમ કાઢવા સામે બચાવે છે.

કોઇ પણ વ્યક્તિ બે રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ક્લેઇમ કરી શકે છે.
1. કેશલેસ બેઝિસ
2. રિએમ્બર્સમેન્ટ ક્લેઇમ

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અંગેની વધુ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

કયા ખર્ચ થાય છે કવર?

કયા ખર્ચ થાય છે કવર?


હેલ્થ ઇન્શ્યોરન્સમાં હોસ્પિટલાઇઝેશન બાદના તમામ ખર્ચાઓ જેવા કે રૂમનું ભાડું, બોર્ડીંગ એક્સપેન્સ, નર્સિંગ એક્સપેન્સ, સર્જનની ફી અને અન્ય જરૂરિયાતો જેવી કે એનેસ્થેશિયા, બ્લડ, એક્સિજન, ઓપરેશન થિયેટર ચાર્જીસ, સર્જિકલ એપ્લાયન્સીસ, મેડિસિન્સ, ડ્રગ્સ, ડાયગ્નોસ્ટિક મટિરિયલ વગેરેનો ખર્ચ મળે છે. જો કે આ તમામ રકમનો દાવો કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક માટે હોસ્પિટલાઇઝેશન થયું હોવું જરૂરી છે.

કેશલેસ બેઝિસ

કેશલેસ બેઝિસ

કેશલેસ બેઝિસ ક્લેઇમ કરવા માટે આપે નેટવર્કની હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. આ માટે આપે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (ટીપીએ) હોસ્પિટલ્સની યાદી ચેક કરવી જરૂરી છે. કેશલેસ ક્લેઇમમાં વ્યક્તિએ હોસ્પિટલમાં કોઇ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાની જરૂર રહેતી નથી. કારણ કે તમામ ખર્ચો સીધો હોસ્પિટલને મળી જાય છે. આ માટે જરૂરી ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ભરતા પહેલા કંપનીની પોલિસી વાંચી જવી જોઇએ જેથી મહત્તમ લાભ મેળવી શકાય.

રિએમ્બર્સમેન્ટ બિઝિસ

રિએમ્બર્સમેન્ટ બિઝિસ


રિએમ્બર્સમેન્ટ ક્લોસમાં વ્યક્તિએ પોલિસીમાં જણાવ્યા અનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવેલી રકમનો દાવો કરવો જરૂરી છે. આ માટે પોલિસી દસ્તાવેજોમાં કરવામાં આવેલા ઉલ્લેખો વાંચવા જરૂરી છે. દાવો કરતા પહેલા આપે પ્રક્રિયાના ભાગરૂપે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી જરૂરી છે. હોસ્પિટલાઇઝેશન બાદ આપે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. આ ઉપરાંત ડિસ્ચાર્જ થયા બાદ પ્રિ અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનના બિલ્સ પણ અલગ રાખવા જોઇએ. જેથી રિએમ્બર્સમેન્ટમા સરળતા રહે.

કયા દસ્તાવેજો તૈયાર રાખવા?

કયા દસ્તાવેજો તૈયાર રાખવા?


1. હોસ્પિટલ ફાઇનલ બિલ
2. હોસ્પિટલને કરવામાં આવેલી ચૂકવણીની રસીદ
3. હોસ્પિટલ બિલનું સંપૂર્ણ બ્રેકઅપ
4. ઓરિજિનલ ડિસ્ચાર્જ સમરી
5. તમામ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ
6. જરૂરી પ્રિસ્ક્રિપ્શન્સ સાથેના દવાના બિલ્સ
7. ઓરિજિનલ સાઇન્ડ ક્લેઇમ ફોર્મ
8. કરન્ટ પોલિસી અને પાછલા વર્ષની પોલિસીની કોપી
9. આપના સંપૂર્ણ સરનામા, સંપર્ક વિગતો અને ઇમેઇલ એડ્રેસ સાથેનો કવરિંગ લેટર

English summary
How to make Health Insurance Claim?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X