For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો

સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેઓ પોતાના જીવનમાં ક્યારેય કરોડપતિ નહીં બની શકે. પરંતુ આ વાત ખોટી છે. જો તમારી ઉંમર 45 વર્ષ છે, તો તમે હજી પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેઓ પોતાના જીવનમાં ક્યારેય કરોડપતિ નહીં બની શકે. પરંતુ આ વાત ખોટી છે. જો તમારી ઉંમર 45 વર્ષ છે, તો તમે હજી પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકો છો. જો તમે 45 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરો તો 60 વર્ષે રિટાયર થવાની ઉંમરે એટલે કે 60 વર્ષે કરોડપતિ બની શકો છો. જો તમારી ઉંમર 45 વર્ષ છે, તો હવે રાહ ન જુઓ. કરોડપતિ બનવાનું આ સપનું તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પોસ્ટ ઓફિસ કે બેન્કમાં પૈસા જમા કરીને પણ પુરુ કરી શકો છો. આ ત્રણેય જગ્યાએ એકવારમાં કેટલા પૈસા જમા કરીને કરોડપતિ બની શક્શો કે પછી કરોડપતિ બનવા માટે દર મહિને કેટલા પૈસા જમા કરવા પડશે તે જાણવું સહેલું છે. આવું પ્લાનિંગ કરવા દરમિયાન પોસ્ટ ઓફિસ કે બેન્કના વ્યાજ દરની સામે મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન જાણવું વધુ યોગ્ય છે.

આ પણ વાંચો: RBI વધારી શકે છે તેનું Gold Reserves, જાણો ચિંતાના કારણ વિશે

45ની ઉંમરના ફાયદા અને નુક્સાન

45ની ઉંમરના ફાયદા અને નુક્સાન

સામાન્ય રીતે લોકો કમાવાનું શરૂ કરે ત્યારથી જ રોકાણ શરૂ કરી દે છે. પરંતુ આ રોકાણ કોઈ પ્લાનિંગ પ્રમાણે નથી હોતું. અને આ રોકાણનું વળતર લોકોને સામાન્ય રીતે 45 વર્ષની આસપાસ મળે છે. જીવનવીમા દ્વારા લોકોને હંમેશા એકસાથે પૈસા મળે છે એટલે 45ની ઉંમરના આ ફાયદાનો વ્યવસ્થિત ઉપયોગ કરીને તમે 60 વર્ષે કરોડપતિ બનવાનું આયોજન કરી શકો છો. એવું નથી કે 45 વર્ષની ઉંમરે બધા લોકોને એક સાથે મોટી રકમ મળે. એટલે પરેશાન થવાના બદલે યોગ્ય પ્લાનિંગ કરીને રોકાણ કરશો તો 60 વર્ષની ઉંમરે કરોડપતિ બની શકાશે. આ માટે તમે દર મહિને રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો. ચાલો જાણીએ કે બેન્ક અને પોસ્ટ ઓફિસની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઓછું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે.

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં આ રીતે રોકાણ કરો

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં આ રીતે રોકાણ કરો

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં નક્કી કરેલું વ્યાજ મળે છે. જો કે તે સમયાંતરે બદલાતું રહે છે. હાલ તેમાં 8 ટકા વ્યાજ મળી રહે છે. આ હિસાબે બંને જગ્યાએ 30 લાખ રૂપિયાનું એકવાર રોકાણ કરશો તો 60 વર્ષે કરોડપતિ બની જશો. જો તમે દર મહિને રોકાણ કરવા ઈચ્છો છો 28 હજાર રૂપિયા પ્રતિ મહિને રોકવા પડશે. બેન્ક અને પોસ્ટ ઓફિસમાં રોકાણનું પ્લાનિંગ આ રીતે કરી શકો છો.

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં એક વાર રોકાણની રણનીતિ

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં એક વાર રોકાણની રણનીતિ

- 30 લાખ રૂપિયા જમા કરો
- 15 વર્ષ માટે રાખો જમા
- 8 ટકા વ્યાજ મળશે
- 1 કરોડનું ફંડ તૈયાર થઈ જશે

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં દર મહિને રોકાણની રણનીતિ

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં દર મહિને રોકાણની રણનીતિ

- 28 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી રોકાણ શરૂ કરો
- 15 વર્ષ સુધી રોકાણ કરો
- 8 ટકા વ્યાજ મળશે
- 1 કરોડનું ફંડ તૈયાર

આ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું આયોજન

આ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું આયોજન

મ્યુચ્યુઅલ ફંડમાં એક વાર અને દર મહિને રોકાણની સુવિધા મળતી રહે છે. પરંતુ અહીં વળતર શૅર બજાર સાથે જોડાયેલું હોય છે. જો કે લાંબા સયમમાં મ્યુચ્યુઅલ ફંડે 5 વર્ષમાં 30 ટકા વળતર આપ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં જો એકવાર રોકાણ કરીને કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે ઈચ્છો તો દર મહિને રોકાણ કરીને કરોડપતિ બની શકો છો, તમારે 15 વર્ષ સુધી દર મહિને 15 હજારનું રોકાણ કરવું પડશે.

મ્યુચ્યુઅલ ફંડમાં વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટનું આયોજન

મ્યુચ્યુઅલ ફંડમાં વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટનું આયોજન

- 15 લાખ રૂપિયા
- 15 વર્ષ માટે કરો રોકાણ
- 14 ટકા મળશે વળતર
- 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર

મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રોકાણનો વિકલ્પ

મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રોકાણનો વિકલ્પ

- 15 હજાર રૂપિયાનું દર મહિને કરો રોકાણ
- 15 વર્ષ સુધી રોકાણ કરો
-15 ટકા સરેરાશ વળતર મળશે
- 1 કરોડ રુપિયાનું ફંડ થઈ જશે તૈયાર

આ છે ઓછા રોકાણમાં કરોડપતિ બનવાનો પ્લાન

આ છે ઓછા રોકાણમાં કરોડપતિ બનવાનો પ્લાન

6 લાખ રૂપિયામાં જો 35 વર્ષની ઉંમરમાં મ્યુચ્યુઅલ ફંડમાં એક વાર રોકાણ કરવામાં આવે તો 65 વર્ષની ઉંમરે ફંડ 1 કરોડ રૂપિયા થઈ જશે. જો કે અહીં 15 ટકા વળતર માનીને આગળ વધવું જરૂરી છે. આ રીતે તમે ઓછા રોકાણમાં કરોડપતિ બની શકો છો.

સામે જો મ્યુચ્યુઅલ ફંડમાં 45 વર્ષની ઉંમરમાં 7 હજાર રૂપિયા દર મહિનેથી રોકાણ કરવામાં આવે તો 65 વર્ષની ઉંમરમાં ફંડ 1 કરોડ રૂપિયા થઈ જશે. અહીં પણ વળતર 15 ટકા માનવામાં આવ્યું છે. આ રીતે તમે ઓછા રોકાણથી કરોડપતિ બની શકો છો.

આ છે સારું રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ

આ છે સારું રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ

5 વર્ષમાં સૌથી સારું રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ

1 SBI Small Cap Mutual Fundએ 5 વર્ષમાં 25.41 ટકા વળતર આપ્યું

2 Mirae Asset Emerging Bluechip mutual Fundમાં 5 વર્ષમાં 23.23 ટકા વળતર

3 Canara Robeco Emerging Equities Mutual Fundમાં 5 વર્ષમાં સરેરાશ 22.49 ટકા વળતર

4 Reliance Small Cap Mutual Fundએ 5 વર્ષમાં 21.87 ટકા વળતર આપ્યું

5 Motilal Oswal Multicap 35 Mutual Fundએ 5 વર્ષમાં સરેરાશ 20.09 ટકા વળતર આપ્યું છે.

નોંધ: અહીં કમ્માઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ એટલે કે CAGR છે, જેનો અર્થ થાય છે દર વર્ષે મળતું રિટર્ન

- ડેટા 10 મે 2019 સુધીનો છે

નાણાકીય માર્કેટના નિષ્ણાતોનો મત

નાણાકીય માર્કેટના નિષ્ણાતોનો મત

ફાઈનાન્સિયલ એડવાઈઝર ફર્મ બીપીએન ફિનકૅપના ડિરેક્ટર એ. કે. નિગમના કહેવા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ યોગ્ય છે. અહીં લાંબા સમય સુધી કરોલું રોકાણ સારું વળતર આપે છે. આમ તો એવી પણ માન્યતા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક વખતે રોકાણના બદલે દર મહિને રોકાણ વધુ સારો વિકલ્પ છે. પરંતુ એક વારે રોકાણ કરવું હોય તો આ રોકાણ લાંબા સમય માટે કરવું જોઈએ. આવું કરીને મ્યુચ્યુઅલ ફંડમાં સારું રિટર્ન મળી શકે છે.

English summary
how to become crorepati by investing in mutual fund and bank and post office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X