For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ગોલ્ડ જ્વેલરી કેવી રીતે અને ક્યાં વેચી શકાય?

|
Google Oneindia Gujarati News

ભારતીય પરંપરામાં લોકો હંમેશા વાર તહેવાર પર સોનાની ખરીદી કરીને સંકટના સમયે વેચીને નાણાની તંગીને દૂર કરે છે. સોનાને વેચવામાં આવે છે તે માટેના અન્ય કારણો પણ છે. જો કે વર્તમાન સમયમાં આપની પાસે રહેલું સોનુ વેચવાનો યોગ્ય સમય નથી. કારણ કે ગયા વર્ષે સોનાના ભાવ રૂપિયા 32,000ની સપાટીએ પહોંચી ગયા હતા જે આજે રૂપિયા 26,000થી 27,000ની વચ્ચે છે.

આપને સોનાના વેચાણ દ્વારા મહત્તમ લાભ મળે તે માટે અમે સોનાના વેચાણ સંબંધિત કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ...

સોનાના ઘરેણા કેવી રીતે વેચશો?

સોનાના ઘરેણા કેવી રીતે વેચશો?


જો કોઇ કિસ્સામાં આપ ભારતમાં સોનાના ઘરેણા વેચવા કાઢો તો આગળ કહેવામાં આવી છે તે બાબતોને ખાસ ધ્યાનમાં રાખશો તો આપને વેચાણમાં મહત્તમ ફાયદો મળી શકશે.

તૂટી ગયા હોય તેવા ઘરેણા પહેલા વેચો

તૂટી ગયા હોય તેવા ઘરેણા પહેલા વેચો


સોનાના ઘરેણા જ્યારે પણ વેચવાના હોય ત્યારે આપના ઘરમાં રહેલા અને ત્રુટિવાળા અથવા તો તૂટી ગયા હોય તેવા ઘરેણાને વેચવામાં પ્રાથમિકતા આપવી. જ્વેલર્સ તૂટલા ઘરેણા કહીને સાવ ઓછી કિંમત આપવાની વાત કહે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આપણે સોનાની કિંમત ગણીએ છીએ. ઘરેણું આખું છે કે તુંટલું તેનાથી ખાસ ફેર પડતો નથી.

એક નહીં અનેક જ્વેલર્સને પૂછો

એક નહીં અનેક જ્વેલર્સને પૂછો


સોનાના ઘરેણા વેચતા પહેલા એક જ જ્વેલર્સને બતાવીને તેની કિંમત પૂછવાને બદલે ચાર પાંચ જ્વેલર્સને બતાવીને અભિપ્રાય પૂછવો જોઇએ. ત્યાર બાદ મહત્તમ લાભ મળે તેને વેચાણ કરવું જોઇએ.

બિલ હંમેશા સાચવી રાખો

બિલ હંમેશા સાચવી રાખો


હંમેશા સોનાના ઘરેણાની ખરીદીના બિલ સાચવીને રાખવા જોઇએ. ઘરેણાના વેચાણ સમયે મોટા ભાગના જ્વેલર્સ બિલ માંગે છે.

સોનાની ચાલનો અભ્યાસ કરો

સોનાની ચાલનો અભ્યાસ કરો


હંમેશા સોનાની ચાલ અને તેની કિંમતના વલણનો અભ્યાસ કરતા રહો. જ્યારે સારામાં સારો ભાવ મળે અથવા તો ભાવ ગગડી રહ્યા હોય ત્યારે વધારે નુકસાન જાય એ પહેલા તેને વેચી દેવા જોઇએ.

ઉપયોગમાં ના લેતા હોય તેવી વસ્તુઓ ચકાસો

ઉપયોગમાં ના લેતા હોય તેવી વસ્તુઓ ચકાસો


સોનાના ઘરેણામાં સૌપ્રથમ જે વસ્તુઓ વપરાશમાં ના હોય તેને વેચવાનો આગ્રહ રાખો.

English summary
How and where to sell gold jewellery in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X