For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછી કિંમતમાં વધારે ફીચરઃ HTC ડિઝાયર 210 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

એચટીસી હજારો પ્રયત્નો કરી લે પરંતુ તે પોતાના માર્કેટ શેરોમાં એ વધારો કરી શકવામાં નિષ્ફળ રહી છે, જેવી તે આશા રાખી રહી છે. જોકે એચટીસીએ હાઇ રેન્જ, મિડ રેન્જ ઉપરાંત લો રેન્જમાં પણ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, અત્યારસુધીમાં એકપણ સ્માર્ટફોન માર્કેટમાં કોઇ ખાસ કમાલ દર્શાવી શક્યો નથી. આજે અમે અહીં વાત કરી રહ્યાં છીએ, એચટીસીના ડિઝાયર 210 સ્માર્ટફોનની જે થોડાક સમય પહેલા લો કોસ્ટ રેન્જ હેઠળ બજારમાં ઉતારવામાં આવ્યો હતો.

કંપનીને આશા હતી કે 8700 રૂપિયા જેટલી ઓછી કિંમતનો ડિઝાયર 210 લોકોને ઘણો પસંદ આવશે, પરંતુ આ કિંમતમાં આ પહેલા પણ માર્કેટમાં ઘણા બીજા સ્માર્ટફોન પોતાનો કબજો જમાવેલા છે, જેમાં મોટો ઇ સૌથી મોટો દાવેદાર છે. ડિઝાયર 210માં 4 ઇંચની સ્ક્રીન સાથે 512 એમબી રેમ અને એન્ડ્રોઇડનો 4.2 જેલીબીન ઓએસ આપવામાં આવ્યો છે.

એચટીસી ડિઝાયર 210માં આપવામાં આવેલા ફીચર
4 ઇંચની સ્ક્રીન, 800 x 480 રિઝોલ્યુશન સપોર્ટ
1 ગીગાહર્ટ ડ્યુલ કોર મીડિયાટેક MT6572 એમ
512 એમબી રેમ, એન્ડ્રોઇડ જેલીબીન 4.2 ઓએસ
5 મેગા પિક્સલ રિયર કેમેરા 0.3 મેગા પિક્સલ વીજીએ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 32 જીબી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
1300 એમએએચ બેટરી
3જી, વાઇફાઇ, બ્લૂટૂથ 4.0 સાથે જીપીએસ સપોર્ટ

તો ચાલો તસવીરો થકી નજીકથી જાણીએ ડિઝાયર 210ને.

ડિઝાઇન અને ડિસપ્લે

ડિઝાઇન અને ડિસપ્લે

એચટીસીના ડિઝાયર 210ની ડિઝાઇનમાં કોઇ ખાસ બદલાવ કરવામાં આવ્યા નથી, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે. જોકે, ફોનમાં બીજા સ્માર્ટફોનની જેમ સાધારણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તેના લુકને કોઇ ખાસ પસંદ કરવામાં આવ્યો નથી. ડિઝાયર 210માં 4 ઇંચની એલસીડી ડબલ્યુવીજીએ સ્ક્રીન આપવામાં આવી છે, જે બ્રાઇટ વ્યૂ આપે છે, પરંતુ દરેક એંગલથી સ્ક્રીનની સાથે વ્યૂ મળતો નથી જે તેની સ્ક્રીનનો માઇનસ પોઇન્ટ છે.

કેમેરા અને ઇન્ટરનલ સ્ટોરેજ

કેમેરા અને ઇન્ટરનલ સ્ટોરેજ

ડિઝાયર 210માં 5 મેગા પિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં ફ્લેશ સપોર્ટ નથી, તેમજ સેલ્ફી માટે વીજીએ કેમેરા લાગેલો છે. ભલે ફોનની કિંમત ઓચી હોય પરંતુ આ રેજમાં પણ બીજા સ્માર્ટફોન મેકર ફ્લેશ અને વધુ સારો કેમેરા આપી રહ્યાં છે, જે ડિઝાયર 210ને બજારમાં કપરી ટક્કર આપી રહ્યાં છે. ફોનની ઇન્ટરનલ મેમરી 4 જીબી છે, જેમાં યુઝરને 2 જીબી સુધી યુઝેબલ મેમરી મળશે, બાકી મેમરીમાં એપ્લીકેશન અને બીજા સોફ્ટવેર ઇન્સ્ટોલ છે, જોકે માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી તેની મેમરીને 32 જીબી સુધી વધારી શકાય છે.

બેટરી અને ઓએસ

બેટરી અને ઓએસ

ફોનમાં 1300 એમએએચ બેટરી લાગેલી છે, જે એક દિવસ કરતા થોડીક ઓછી બેટરી બેકઅપ આપે છે, એન્ડ્રોઇડ 4.2 જેલીબીન પર રન થનારો ડિઝાયર 210માં બ્લિંક ફીડના ફીચર આપવામાં આવ્યા છે, જે યુઝરને વધારે પસંદ આવશે. તેમાં લાગેલા પ્રોસેસર 1 ગીગાહર્ટ્ઝના ડ્યુલ કોર મીડિયાટેક MT6572M પ્રોસેસર આ રેન્જના સ્માર્ટફોનમાં કોમન છે.

ફોનનો રિવ્યૂ

ફોનનો રિવ્યૂ

એચટીસીનો ડિઝાયર 210 આમ તો માઇક્રોમેક્સ, જિયોની અને નોકિયા જેવા સ્માર્ટફોનને ટક્કર આપવામાં માટે બજારમાં ઉતારવામાં આવ્યો છે, પરંતુ તેમાં એવું કંઇ ખાસ નથી કે જે તેને બધાથી અલગ કરે, જોકે ફોનમાં એવી કોઇ ખામી પણ નથી, હવે એ તમારા પર નિર્ભર કરે છેકે એચટીસી જો તમારી સૌથી પંસદીદા બ્રાન્ડ છે અને સેકન્ડરી કેમેરાની તમને કોઇ જરૂર નથી તો તમે ડિઝાયર 210ને આ રેન્જમાં ખરીદી શકો છો.

English summary
htc desire 210 hands on review
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X