ચીનની ટેલિકોમ હુવેઇએ બીએસએનએલનું નેટવર્ક કર્યું હેક: સરકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: સરકરે આજે કહ્યું હતું કે ચીનની ટેલિકોમ ઉપકરણ નિર્માતા કંપની હુવેઇએ કથિત રીતે સાર્વજનિક ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)આ નેટવર્કને હેક કર્યું અને સરકાર કેસની તપાસ કરી રહી છે.

દૂરસંચાર અને ટેક્નોલોજી રાજ્યમંત્રી કિલી ક્રુપરાનીએ લોકસભાને જણાવ્યું હતું કે 'બીએસએનએલના નેટવર્કનું હુવેઇ દ્વારા કથિત રીતે હેક કરવાનો એક મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. સરકારે કેસની તપાસ માટે એક અંતર મંત્રાલયી ટીમ બનાવી છે.'

mobile-tower

એ પ્રકારનો રિપોર્ટ આવ્યો હતો કે થોડા મહિના પહેલાં આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં મોબાઇલ ટાવરોને પ્રભાવિત કરવામાં આવ્યા. તેને કંપનીના એન્જિનિયરો દ્વારા હેક કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. જો કે મંત્રીના લેખિત જવાબમાં આ વિશે વધુ વિવરણ આપવામાં આવ્યું નથી.

બીએસએનએલે પોતાના નેટવર્ક વિસ્તારના એક મુખ્ય કોન્ટ્રાક્ટ વર્ષ 2012માં વધુ એક ચીની કંપની જેડટીઇને આપ્યો હતો જેમાં 1.10 કરોડ લાઇનોનું વિસ્તાર કરવાનું હતું. તેમાં પણ હુવેઇ મુખ્ય દાવેદાર હતી પરંતુ તેણે જેડટીઇ દ્વારા બોલવામાં આવેલી રકમ પર ઉપકરણોની આપૂર્તિથી મનાઇ કરી દિધી હતી.

English summary
Chinese telecom equipment maker Huawei allegedly hacked state-owned BSNL's network and the government is investigation the matter, Parliament was informed today. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.