For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICI બેન્કઃ ઓછા EMI પર કાર ખરીદવાની તક

ICICI બેન્કઃ ઓછા EMI પર કાર ખરીદવાની તક

|
Google Oneindia Gujarati News

જો તમે ગાડી ખરીદવા અંગે વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. ખાનગી બેન્ક ICICIએ આજે ઓટોમોબાઈલ લિઝીંગ અને મોબિલિટી સોલ્યુશન કંપની ટ્રાન્સલીઝના સહયોગથી એક નવી અને અનોખી માસિક હપતા યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ગ્રાહકો ઓછા ખર્ચે વધુ સુવિધા સાથે નવી કાર ખરીદી શક્શે. આ યોજનાને સ્માર્ટ EMI નામ અપાયું છે. ઉલ્લેખનીય છે કે ફાઈનાન્સવાળા સમયગાળામાં વાહનના વીમા અને મેઈન્ટેનન્સની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

ગ્રાહકોને થશે આ ફાયદો

ગ્રાહકોને થશે આ ફાયદો

તમને જણાવી દઈએ કે સ્માર્ટ EMIની રકમ સામાન્ય EMI કરતા ઓછી હોય છે, કારણ કે તેમાંથી કારની અંદાજિત રિસેલ કિંમત પહેલા જ બાદ કરી દેવાય છે. સાથે જ ગ્રાહકોને ફાઈનાન્સ સમયગાળો પૂરો થયા બાદ રિસેલ કિંમત આપીને કાર ખરીદવાની તક પણ મળે છે. અને ન રાખવી હોય તો કાર લિઝિંગ કંપનીને પાછી આપી શકાય છે. આ રીતે કાર પાછી આપવા પર ગ્રાહકોને બોનસ પણ મળે છે.

લોન કરતા ઓછા હોય છે EMI

લોન કરતા ઓછા હોય છે EMI

  • સસ્તી અને સરળ યોજના એવા કોર્પોરેટ અને વ્યક્તિગત ગ્રાહકો માટે છે, જેઓ ટૂંકા ગાળામાં કાર અપગ્રેડ કરવા ઈચ્છે છે.
  • આ યોજનામાં EMI સામાન્ય કાર લોન કરતા ઓછી હોય છે.
  • સાથે જ અજાણ્યા ખર્ચ અને રિસેલ વેલ્યુની મુશ્કેલી પણ ટળે છે.
  • હાલ આ યોજના કોર્પોરેટ અને સેલરાઈડ લોકો માટે ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ પોતાનો વ્યવસાય કરતા લોકોને પણ તેનો લાભ મળશે.
  • પાઈલટ પ્રોજેક્ટ તરીકે મુંબઈ અને દિલ્હી-એનસીઆરના ગ્રાહકો લગભગ તમામ મોટી કંપનીની કાર લઈ શકે છે.
  • ટૂંક સમયમાં જ આ યોજના પૂણે, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં શરૂ થશે.
સ્માર્ટ EMIના ફાયદા

સ્માર્ટ EMIના ફાયદા

  • https://www.icicibank.com/personal-banking/loans/car-loan/cl-smart-emi.page?#toptitle પર જઈન પોતાની પસંદગીની કાર સિલેક્ટ કરો.
  • તમે સિલેક્ટ કરેલી કાર અને સ્માર્ટ EMIના જુદા જુદા વિકલ્પ જુઓ અને અન્ય નાણાકીય સંસ્થાનો દ્વારા અપાતી કાર લોન સાથે સરખામણી કરો.
  • તમને જણાવી દઈએ કે EMI 36 અથવા 60 માસ માટે પસંદ કરો અને સ્માર્ટ EMI કસ્ટમર કેર નંબર +91 8130680080 પર ફોન કરીને કાર બુક કરાવો
  • સ્માર્ટ EMIથી કાર લીધા બાદ ઓનલાઈન પોર્ટલ પર એક્સેસ લો. અહીં તમે ગાડીના દસ્તાવેજ, વીમો, મેઈન્ટેનેન્સ અને એક્સિડન્ટ મેનેજમેન્ટ, રેફરલ અને પોઈન્ટ પ્રોગ્રામ ક્લાઉડ પર રાખી શક્શો.

પીએમ કિસાનઃ 2 દિવસમાં કરો આ કામ, નહીં તો અટકી જશે પૈસાપીએમ કિસાનઃ 2 દિવસમાં કરો આ કામ, નહીં તો અટકી જશે પૈસા

English summary
icici launches smart emi scheme for car buyers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X