For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF

આંતરરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ દેશની અર્થવ્યવસ્થા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. આઈએમએફ તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દેશનો વિકાસ અપેક્ષા અનુસાર ઘણો નબળો છે.

|
Google Oneindia Gujarati News

આંતરરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ દેશની અર્થવ્યવસ્થા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. આઈએમએફ તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દેશનો વિકાસ અપેક્ષા અનુસાર ઘણો નબળો છે. આના કારણ વિશે આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે કૉર્પોરેટ એન્ડ એન્વાયરમેન્ટ નિયમોમાં અનિશ્ચિતતા અને અમુક બેંકિંગ નાણાકીય કંપનીઓની નબળીના કારણે આ વિકાસ આટલો નબળો થયો છે. તમને જણાવી દઈએ કે 2019માં આઈએમએફ એ ભારતનો ગ્રોથ રેટને 2019 અને 2020માં ઓછો રહેવાની વાત કહી હતી.

imf chief

આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ કે ભારતના વિકાસ દરમાં 0.3 ટકાનો ઘટાડો બંને વર્ષ જોવા મળશે. આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ કે ભારતની જીડીપી 2019માં 7 અને 2020માં 7.2ના દરથી વિકાસ કરશે કે જે અપેક્ષા અનુસાર ઓછી છે. આ સાથે જ આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમછતા ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહેશે અને તે ચીનથી આગળ જશે. આઈએમએફના પ્રવકતા ગેરી રાઈસે ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે અમારી પાસે ટૂંક સમયમાં નવા આંકડા હશે પરંતુ હાલમાં ભારતનો વિકાસ દર અપેક્ષા અનુસાર ઘણો ઓછો રહ્યો છે.

આઈએમએફના ચીફને જ્યારે પૂછવામાં આવ્યુ કે ભારતની જીડીપીનો દર શું રહેશે તો રાઈસે કહ્યુ કે આઈએમએફ ભારતમાં આર્થિક સ્થિતિ જોઈશુ. અમે જલ્દી આવનારા સમયમાં દુનિયાની આર્થિક સ્થિતિ વિશેના આંકડા જાહેર કરીશુ.

આ પણ વાંચોઃ મંદીથી બચવા મનમોહન સિંહે સરકારને આપી સલાહ- 'આ ક્ષેત્ર પર ધ્યાન આપો'આ પણ વાંચોઃ મંદીથી બચવા મનમોહન સિંહે સરકારને આપી સલાહ- 'આ ક્ષેત્ર પર ધ્યાન આપો'

English summary
IMF says India's economic growth much weaker than expected but much ahead of China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X