For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકોથી શીખો: અમેરિકામાં અમીરોએ કહ્યું, અમારી પર હજી વધુ ટેક્સ લગાવો

આપણા દેશમાં, અમીરો હંમેશાં ટેક્સમાં છૂટ માંગતા રહે છે, પરંતુ અમેરિકાના અમીરોએ ટ્રમ્પ સરકારને કહ્યું કે અમારા લોકો પર હજુ વધુ ટેક્સ લગાવો

|
Google Oneindia Gujarati News

અમેરિકા એમ જ અમેરિકા બન્યું નથી, ત્યાં કંઈક એવું છે જે તેને અમેરિકા બનાવે છે. આપણા દેશમાં, અમીરો હંમેશાં ટેક્સમાં છૂટ માંગતા રહે છે, પરંતુ અમેરિકાના અમીરોએ ટ્રમ્પ સરકારને કહ્યું કે અમારા લોકો પર હજુ વધુ ટેક્સ લગાવો, કારણ કે દેશમાં સંસાધનો વધારવા માટે તેની જરૂર છે.

America

20 અબજોપતિની સરકારને સલાહ

અમેરિકાના 20 અબજોપતિ ઉદ્યોગપતિઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે તે લોકો પર વધુ ટેક્સ લગાવવામાં આવે. તેમાં ફેસબુકના સહ-સ્થાપક ક્રિસ હ્યુજ, જ્યોર્જ સોરોસ, વૉલ્ટ ડિઝનીના વંશજો, અને હયાત હોટલ ચેનના માલિક જેવા અરબપતિનો સામેલ છે. આ અબજોપતિઓ કહે છે કે અમેરિકામાં અમારી સંપત્તિ પર વધુ ટેક્સ લગાવવોએ નૈતિક, સૈદ્ધાંતિક અને નાણાકીય જવાબદારી બની જાય છે.

આખરે કેમ આવું કહ્યું

આ ઉદ્યોગપતિઓ કહે છે કે, વેલ્થ ટેક્સ લગાવવાથી, જળવાયું પરિવર્તન સામે લડવા, અર્થતંત્રમાં સુધારો કરવા, ગરીબી અને અમીરીના અંતરને દૂર કરવા અને સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધારી શકાય છે. આ ઉપરાંત દેશમાં પૂરતી તકો ઊભી કરી શકાય છે. આ અમીરોનું કહેવું છે કે તેનાથી આપણી લોકશાહી સ્વતંત્રતા પણ મજબૂત થશે. અગાઉ, એક વખત અબજોપતિ વોરેન બફેટે કહ્યું હતું કે તેમના સચિવ કરતા પણ ઓછા દરે ટેક્સ લગાવવામાં આવે છે, જે યોગ્ય નથી.

ધનવાન દેશોમાંથી એક છે અમેરિકા

ઑર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ, આશરે 40 દેશોમાં, ધનાઢ્ય દેશોની દ્રષ્ટિએ અમેરિકા છઠ્ઠા ક્રમે છે. આ લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવારને ટેકો આપતો આ પત્ર લખ્યો છે. તેમાં 11 અમીર પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા18 લોકોના હસ્તાક્ષર છે.

English summary
IN America, Richers are ready to pay more tax
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X