For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ધનકુબેરોની સંખ્યામાં 22 ટકાનો વધારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂન: ઘરેલુ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ભલે પડકાર સાથે ઝઝૂમી રહી હોય પરંતુ તેની દુનિયા અને દેશમાં વધતા ધનકુબેરો પર કોઇ અસર થઇ રહી નથી. ગત વર્ષે 2012માં દુનિયામાં કરોડપતિની સંખ્યા વધીને 1.2 કરોડ અને તેમની કુલ સંપત્તિ 462 ખરબ ડોલર પર પહોંચી પર પહોંચી ગઇ છે.

હોંગકોંગ બાદ ભારતમાં સૌથી ઝડપથી વધી રહી છે. ગત વર્ષે ભારતમાં અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં 22.2 ટકાનો વધારો નોંધાયો છે. કૈપજૈમિની તથા આરબીસી વેલ્થ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2013 અનુસાર દુનિયાના અતિ સંપન્ન વ્યક્તિઓની રોકાણ યોગ્ય સંપત્તિ 2012માં 10 ટકા વધીને 462 ખરબ ડોલર પર પહોંચી ગઇ છે.

આ પહેલાં 2011માં તેમાં 1.7 ટકાની નરમાઇ આવે હતી. આ સાથે ગત વર્ષે વૈશ્વિક ધનકુબેરોની સંખ્યા લગભગ 10 લાખ ડોલર વધીને 1.2 કરોડ થઇ ગઇ છે. ધનકુબેરોની સંખ્યાનો વૃદ્ધિ દર 9.2 ટકા રહ્યો હતો.

કૈપજેમિનિ ગ્લોબલ ફાઇનાશિયલ્સના ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ અધિકારી જીન લૈસીગ્નાર્ડીનું કહેવું છે કે 2012માં અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે.

ambani

જો કે ધનકુબેરોની સંખ્યા અને સંપત્તિના રૂપમાં ઉત્તરી અમેરિકા સૌથી આગળ રહ્યું છે જ્યારે ભવિષ્યમાં એશિયા-પ્રશાંત વિસ્તાર ફરી એકવાર તેને પાછળ ધકેલી શકે છે. 2012માં નોર્થ અમેરિકાના અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યા 37.2 લાખ રહી હતી જ્યારે એશિયા-પ્રશાંતમાં આ સંખ્યા 36.8 લાખ નોંધવામાં આવી હતી.

બીજી તરફ આ દરમિયાન નોર્થ અમેરિકાના ધનકુબેરોની સંપત્તિ 127 ખરબ ડોલર પહોંચી ગઇ છે, જ્યારે એશિયા-પ્રશાંતના ધનાઢ્યોની સંપત્તિ 120 ખરબ ડોલરથી વધુ થઇ ગઇ છે.

જો કે વૈશ્વિક સ્તર પર ધનકુબેરોની કુલ સંપત્તિના વધારના દરની વાત કરવામાં આવે તો એશિયા-પ્રશાંત ક્ષેત્રની વૃદ્ધિ 12.2 ટકા રહી છે, જ્યારે નોર્થ અમેરિકાનો વૃદ્ધિ દર 11.7 ટકા નોંધવામાં આવ્યો છે.

એશિયા-પ્રશાંત દેશો વચ્ચે હાંગકોંગના અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં વૃદ્ધિ દર સૌથી વધુ 35.7 ટકા રહ્યો છે. ત્યારબાદ ભારતના ધનાઢ્યોની સંખ્યા 22.2 ટકાના દરથી વધારે છે.

English summary
The world is home to 1.2 crore millionaires with collective net worth reaching a record high of USD 46.2 trillions, with India clocking the second highest growth of 22.2 per cent in its HNI population last year after Hong Kong, a report said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X