સૌથી અમીર દેશોની સૂચિમાં ભારતનો સમાવેશ, 1લા ક્રમે USA

Written By:
Subscribe to Oneindia News

શું તમને ખબર છે કે, ભારતનો સમાવેશ એ પસંદિત દેશોમાં થાય છે જેને અમીર દેશોની શ્રેણીમાં મુકવામાં આવે છે. ટોપ 10ની સૂચિમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ સૂચિમાં એશિયાના માત્ર 3 દેશો છે, જેમાં ભારત, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. એમાંથી ભારત કયા સ્થાન પર છે? આવો જોઇએ...

ઇટલી, ઑસ્ટ્રેલિયા

ઇટલી, ઑસ્ટ્રેલિયા

આ યાદીમાં 10મા નંબરે છે યુરોપનો દેશ ઇટલી. દરેક દેશવાસીની સંપત્તિની કુલ ગણતરીને આઘારે આ સૂચિ તૈયાર કરવામાં આવી છે. ઇટલની કુલ સંપત્તિ 4 હજાર 276 અબજ ડોલર છે. આ યાદીમાં 9મા સ્થાને મહાદ્વીપીય દેશ ઑસ્ટ્રેલિયા. ઑસ્ટ્રેલિયાની કુલ સંપત્તિ 6 હજાર 142 અબજ ડોલર છે. ઑસ્ટ્રેલિયાની વસ્તી ઘણી ઓછી છે અને દેશની 60 ટકા જમીન પણ રણ છવાયેલું છે.

કેનેડા, ફ્રાંસ

કેનેડા, ફ્રાંસ

અમીર દેશોની યાદીમાં 8મા સ્થાને અમેરિકાનો પાડોશી દેશ કેનેડા છે. કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે અને તેની કુલ સંપત્તિ 6 હજાર 393 અબજ ડોલર છે. આ યાદીમાં બીજો યુરોપનો દેશ ફ્રાંસ છે, જે યાદીમાં 7મા સ્થાને છે. ફેશન અને નવા ટ્રેન્ડ માટે પ્રસિદ્ધ ફ્રાંસ પાસે કુલ 6 હજાર 649 અબજ ડોલરની સંપત્તિ છે.

ભારત, જર્મની

ભારત, જર્મની

ટોપ 10 અમીર દેશોની યાદીમાં 6ઠ્ઠા નંબરે છે આપણો દેશ ભારત. ભારતની કુલ સંપત્તિ 8 હજાર 230 ડોલર છે. દરેક શહેરમાં વસતા તમામ વ્યક્તિઓની વ્યક્તિગત સંપત્તિને આધારે કુલ સંપત્તિની ગણતરી કરવામાં આવી છે. 5મા સ્થાને આવે છે જર્મની. યુરોપમાં જર્મનીની અર્થવ્યવસ્થા સૌથી મજબૂત છે, એ પછી બ્રિટેન અને ફ્રાંસનો નંબર આવે છે. જર્મનીની કુલ સંપત્તિ 9 હજાર 660 અબજ ડોલર છે.

બ્રિટન, જાપાન

બ્રિટન, જાપાન

4 નંબરનો સૌથી અમીર દેશ છે બ્રિટન. બ્રિટનની કુલ સંપત્તિ છે 9 હજાર 919 અબજ ડોલર. આ યાદીમાં ત્રીજા નંબરે છે જાપાન. ટેક્નોલોજી અને અનુશાસનના મામલે વિશ્વમાં સૌથી આગળ એવા જાપાનની કુલ સંપત્તિ છે 19 હજાર 522 અબજ ડોલર.

ચીન, અમેરિકા

ચીન, અમેરિકા

વિશ્વનો બીજો સૌથી અમીર દેશ છે ભારતનો પાડોશી દેશ ચીન. ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા ચીન પાસે કુલ 24 હજાર 803 અબજ ડોલરની સંપત્તિ છે. આશા અનુસાર, આ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે અમેરિકાને. અમેરીકાની કુલ સંપત્તિ ચીન અને જાપાન કરતાં ઘણી વધારે છે. ભારત, ચીન અને જાપાન ત્રણેય દેશોની સંપત્તિ ભેગી કરીએ તો પણ એ આંકડો અમેરિકાની કુલ સંપત્તિ કરતા ઘણો ઓછો હશે. અમેરિકા પાસે 64,584 અબજ ડોલરની સંપત્તિ છે. આ રિપોર્ટ ન્યૂ વર્લ્ડ વેલ્થમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

English summary
India has total wealth more than France, Canada, Australia and Italy while the US and China top the list of the wealthiest countries in the world.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.