• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતને કાળાનાણાથી 123 અબજ ડોલરનું નુકસાન

|
black-money
વૉશિંગ્ટન, 18 ડિસેમ્બર : અમેરિકાની એક સંશોધન એજન્સીએ જણાવ્યું છે કે વર્ષ 2001થી 2010 દરમિયાન ભારતમાંથી 123 અબજ ડૉલર, એટલે કે અંદાજે 6,15,000 કરોડ રૂપિયાથી વધારેનું કાળુ નાણું દેશની બહાર લઇ જવામાં આવ્યું છે. દેશમાંથી કાળુ નાણું બહાર જવાથી મુશ્કેલી અનુભવી રહેલા વિશ્વના ટોપ ટેન દેશોમાં ભારતનો ક્રમ આઠમો છે.

કાળુ નાણું બહાર જવાના મામલે ચીનનું નુકસાન ભારત કરતા અનેકગણું વધારે છે. પાછલા 10 વર્ષની વાત કરવામાં આવે તો ચીનમાંથી 2,740 અબજ ડૉલરથી વધારેનું કાળુ નાણું દેશમાંથી બહાર ગયું છે. આ કારણથી મેક્સિકોને 476 અબજ ડૉલરથી વધારેનું નુકસાન થયું છે.

મલેશિયામાંથી કાળુ નાણું બહાર લઇ જવાના કરાણે 285 અબજ ડૉલર, સાઉદી અરબને 201 અબજ ડૉલર, રશિયાને 152 અબજ ડૉલર, ફિલિપાઇન્સને 138 અબજ ડૉલર અને નાઇજીરિયાને 129 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રિટી (જીએફઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં વિકાસશીલ દેશોમાંથી ગેરકાયદેસર ધનનો પ્રવાહ બહાર જવાને કારણે આર્થિક નુકસાન ભોગવી રહેલા દેશોમાં ભારત આઠમો સૌથી મોટો દેશ છે. આવા 20 દેશોની યાદીમાં દક્ષિણ એશિયાના દેશોમાં ભારત એક માત્ર દેશ છે. માત્ર વર્ષ 2010ની વાત કરીએ તો પણ ભારતના અર્થતંત્રને 1.6 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

જીએફઆઇના પ્રમુખ અર્થશાસ્ત્રી અને રિપોર્ટના સહલેખક દેવ કારે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર માટે 123 અબજ ડૉલરનું નુકસાન ખૂબ મોટું નુકસાન છે. તેમણે જણાવ્યું કે આ નુકસાન ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ રકમનું રોકાણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને દેશના પાયાના વિકાસમાં વાપરી શકાય એમ હતું. આ રકમનો થોડો ભાગ જો દેશના પાવરગ્રિડ સેક્ટરમાં રોકવામાં આવ્યો હોત તો પાછલા ઉનાળામાં દેશના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની ઘટના બની ના હોત.

More black money NewsView All

English summary
India lost $123 billion in black money.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more