થાઇલેંડને પછાડી ચોખાની નિકાસમાં ભારત નંબર 1

વર્ષ 2011માં 1.06 કરોડ ટન ચોખા નિકાસ કરીને ભારતે થાઇલેંડ પ્રથમ સ્થાને હતું. જો કે 2012માં તેનો નિકાસ દર ઘટીને 65 લાખ ટન થઇ ગયો હતો. તો બીજી તરફ ભારત દ્રારા ચોખાનો નિકાસ 17.5 લાખ વધીને 97.5 ટન પર પહોંચી ગયો છે. જેથી 2012માં પ્રથમ વખત ભારત વિશ્વનો સૌથી વધુ ચોખા નિકાસ કરનાર દેશ બન્યો છે.
ભારતની ચોખા નિકાસ 17.5 લાખ ટનથી વધીને 97.5 લાખ ટન થયું છે. આ સાથે જ ભારત પહેલી વાર વિશ્વમાં ચોખા નિકાસમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજા સ્થાને વિયેતનામ છે. જેને 70 લાખ ટન ચોખાની નિકાસ કરી છે. ત્રીજા સ્થાને થાઈલેન્ડ છે. જ્યારે પાકિસ્તાન 37.5 લાખ ટન ચોખાની નિકાસ સાથે ચોથા સ્થાને અને અમેરિકા 35 લાખ ટન ચોખાની નિકાસ સાથે પાંચમા સ્થાને છે.
ભારત 2011માં ચોખા નિકાસમાં ત્રીજા સ્થાને હતો. અમેરિકન એજન્સીએ કહ્યું છે કે વર્ષ 2012માં ચોખાનું ઉત્પાદન 46.48 કરોડ ટન રહેવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
