ભારત 300થી 400 ટન સોનુ આયાત કરશે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યા મુજબ, વિશ્વસ્તરે સોનાનો ભાવ છેલ્લા બે વર્ષમાં સૌથી નીચી સપાટીએ ગયો છે. પશ્ચિમના દેશોમાં ઈન્વેસ્ટરોમાં ગભરાટ ફેલાયો છે, પરંતુ ભાવમાં ઘટાડો થવાથી ભારત અને ચીન જેવા દેશોમાં ડિમાન્ડ વધી છે. આ બંને દેશ કુલ ડિમાન્ડમાં 50 ટકાનો હિસ્સો ધરાવે છે.
કાઉન્સિલનું માનવું છે કે ભારત આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 350થી 400 ટન સોનાની આયાત કરે એવી શક્યતા છે, જે આગલા વર્ષની સરખામણીમાં 200 ટકા વધારે છે. આ જ વર્ષના પહેલા ક્વાર્ટરમાં ભારતે 256 ટન સોનાની આયાત કરી હતી.












Click it and Unblock the Notifications
